Karishma Tanna: દેસી લૂકમાં દરેકને ઇમ્પ્રેસ કરે છે કરિશ્મા તન્ના, તમે પણ જુઓ એક્ટ્રેસની નવી સાડી સ્ટાઇલ
Karishma Tanna Photos: ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ કરિશ્મા તન્ના પોતાના દરેક લૂકથી ફેન્સને ઇમ્પ્રેસ કરી દે છે, લેટેસ્ટ લૂકમાં તેને ઓરેન્જ લેંઘામાં તસવીરો શેર કરી છે. જેને તમે પણ રિક્રિએટ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાની ફિટનેસ અને સુંદરતાને લઇને ચર્ચામાં રહેનારી કરિશ્મા તન્ના સોશ્યલ મીડિયા પર છવાયેલી રહે છે. બેસ્ટ એક્ટિંગની સાથે સાથે એક્ટ્રેસ પોતાની સ્ટાઇલને લઇને દરેકના દિલો પર રાજ કરે છે.
એક્ટ્રેસ હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાના યોગ અને એક્સરસાઇઝ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ફિટનેસની સાથે સાથે તેની સ્ટાઇલના પણ દિવાના છે.
કરિશ્મા તન્નાની દરેક સ્ટાઇલ ખુબ સારી હોય છે, બૉલ્ડ લૂકથી લઇને એક્ટ્રેસ એથનિક લૂકમાં પણ સુંદર લાગે છે. સોશ્યલ મીડિયા પર તેના ફેન્સ દરેક તસવીરો પર ખુબ પ્રેમ લૂંટાવે છે.
કોઇપણ ફન્કશનમાં જવા માટે તમારે ગૉર્ઝિયસ લૂક જોઇએ તો તમે પણ એક્ટ્રેસ કરિશ્મા તન્નાના લૂક્સને રિક્રિએટ કરી શકો છો. દરેક લોકો તમારા લૂક્સની પ્રસંશા કરતાં નહીં થાકે.
અભિનેત્રીના લેટેસ્ટ લૂકની વાત કરીએ તો કરિશ્મા તન્નાએ લાઇટ ઓરેન્જ કલરનો લેંઘો પહેરેલો છે, સાથે જ આ લેંઘામાં પ્રિન્ચની ડિઝાઇન બનેલી છે. આ ડ્રેસની સાથે તેને એક નેકલેસ પણ પહેરેલું છે.
જો તમે પણ કોઇ ફન્ક્શનમાં સાડી કેરી કરવાનું વિચારી રહ્યાં છો, તો એક્ટ્રેસની સ્ટાઇલને રિક્રેઇટ કરી શકો છો, કરિશ્મા તન્ના પોતાના લૂક્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે.