Photos : હર્ષવર્ધન રાણે સાથે અફેરને લઈને સંજીદા શેખે કહ્યું કે...
હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે, સંજીદા શેખ બોલિવૂડ એક્ટર હર્ષવર્ધન રાણેને ડેટ કરી રહી છે. જો કે, હજુ સુધી આ અહેવાલોને સમર્થન મળ્યું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ અફેરના સમાચાર વચ્ચે સંજીદા શેખે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે પ્રાઈવસી વિશે વાત કરી છે.
સંજીદાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો આલ્બમનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે લખ્યું છે કે, 'પ્રાઈવસી ઈઝ સ્ટ્રેન્થ...'
સંજીદાના આ કૅપ્શન પરથી સ્પષ્ટ થાય છે કે તે પોતાની પ્રાઇવસી વિશે ખૂબ જ સ્પષ્ટ છે અને તેને પોતાની તાકાત માને છે.
હર્ષવર્ધન રાણેએ સંજીદા શેખ સાથેના અફેરના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. ન્યૂઝ 18 ને આપેલા એક ઇન્ટરવ્યુમાં અભિનેતાએ કહ્યું હતું કે, “તેનાથી મને પરેશાની નથી કારણ કે લખવું એ મીડિયા પર્સનનું કામ છે અને હું તેમને માણસ તરીકે જોઉં છું જેઓ તેમનું કામ કરી રહ્યા છે. જેમ કે હું ફિલ્મોમાં કામ કરું છું. હું મારા કામને ખૂબ માન આપું છું.. તેવી જ રીતે હું તેની પ્રક્રિયાનું પણ સન્માન કરું છું.