Photos: Tabuને પસંદ હતુ Irrfan Khanની સાથે કામ કરવાનુ, ખુદ કહ્યું હતુ- તેની સાથે કન્ફોર્ટેબલ અનુભવુ છે

મુંબઇઃ અભિનેત્રી તબ્બૂ અને દિવંગત અભિનેતા ઇરફાન ખાનની સાથે સાથે કેટલીય બેસ્ટ ફિલ્મોમાં કામ કર્યુ છે. ઓન સ્ક્રીન આ બન્ને સ્ટાર્સની જોડીને ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો ઇરફાન ખાન એક્ટ્રેસ તબ્બૂને પોતાની સ્ક્રીન સૉલ્મેટ સુધી કહતા હતા. તબ્બૂનુ માનીએ તો તેને પણ ઇરફાન ખાન સાથે કામ કરવુ ખુબ સારુ લાગતુ હતુ.

લાઇફ ઓફ પાઇ ફિલ્મની રિલીઝના સમયે આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન તબ્બૂએ કહ્યું હતુ કે, મને તેના (ઇરફાન ખાન) સાથે કામ કરવુ પસંદ છે. ઇરફાનની સાથે કામ કરવા દરમિયાન મને એક લેવલનુ કન્ફોર્ટ અનુભવ થાય છે, અને આ સારી વાત છે કે અમારી વચ્ચે એક પૉઝિટીવ કૉલોબોરેશન છે.
ઉલ્લેખનીય છે કે, ઇરફાન ખાન અને તબ્બૂએ કેટલીય બેસ્ટ ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે, જેમાં લાઇફ ઓફ પાઇ, ધ નેમસેક, હૈદર, તલવાર અને મકબૂલ જૈવી ફિલ્મો સામેલ છે.
જો ઇરફાન ખાનની વાત કરીએ તો બ્રેન ટ્યૂમર હતુ, જેને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર પણ કહે છે. ઇરફાનના આ બ્રેન ટ્યૂમરની સારવાર લગભગ 3 વર્ષ સુધી ચાલી હતી, ત્યારબાદ તેને 29 એપ્રિલ, 2020એ મુંબઇની એક હૉસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.