ફિલ્મોના આ હીરો-હીરોઇન એક-બે નહીં પરંતુ ત્રણથી વધુ ભાષાઓમાં કરી શકે છે વાતો, જાણો કોણ કેટલી ભાષાઓ જાણે છે.........
મુંબઇઃ બૉલીવુડ સ્ટાર્સ (Bollywood) કેટલીક વાર હિન્દી ઉપરાંત અનેક ફિલ્મો કામ કરતા દેખાય છે, ક્યારેય હિન્દી સ્ટાર્સ સાઉથની ફિલ્મોમાં તેલુગુ કે તામિલ કે પછી ગુજરાતી, ભોજપુરી સિનેમાની ફિલ્મોમાં પણ કામ કરે છે. પરતુ શું તમે જાણો છે કે આ તમામ સ્ટાર્સને તમામ પ્રકારની ભાષાઓ આવડતી હશે, તો આનો જવાબ છે ના. ખાસ વાત છે કે, માત્ર કેટલાક બૉલીવુડ સ્ટાર્સ જે એવા છે જે એક-બેથી વધુ ભાષાઓમાં વાત કરી શકે છે. અહીં અમને તમને એવા સ્ટાર્સ વિશે બતાવી રહ્યાં છીએ, જે એક-બે નહીં પણ ત્રણ ત્રણ ભાષાઓમાં વાત આસાનીથી કરી શકે છે. જાણો કોણ છે આ સ્ટાર્સ.........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમિતાભ બચ્ચન (Amitabh Bachchan) - ફિલ્મ જગતના શહંશાહ અમિતાભ બચ્ચન ચાર ભાષાઓ જાણે છે. બિગ બી આસાનીથી અંગ્રેજી , ઉર્દુ, પંજાબી અને હિન્દીમાં વાત કરી શકે છે.
દીપિકા પાદુકોણ (Deepika Padukone) - ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણને પણ ચાર ભાષાઓનુ જ્ઞાન છે. એક્ટ્રેસ હિન્દી, અંગ્રેજી, કોંકણી અને તુલુ બન્નેમાં વાત કરી શકે છે. સાથે જ એક્ટ્રેસ બંગાળી ભાષા પણ સારી રીતે જાણે છે.
વિદ્યા બાલન (Vidya Balan) - બૉલીવુડમાં પોતાની એક્ટિંગથી સ્થાન બનાવી ચૂકેલી એક્ટ્રેસ વિદ્યા બાલન એક શાનદાર હીરોઇને છે. વિદ્યા બાલન છ ભાષાઓ જાણે છે, તામિલ, હિન્દી, બંગાળી, મરાઠીસ, મલયાલમ અને અંગ્રેજી ભાષામાં આસાનીથી વાત કરી શકે છે.
ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) - ઐશ્વર્યાની મૂળ ભાષા તુલુ છે, પરંતુ યુનિવર્સ રહી ચૂકેલી એક્ટ્રેસ નવ અલગ અલગ ભાષાઓમાં વાત કરી શકે છે. ઐશ્વર્યાને હિન્દી, બંગાળી, અંગ્રેજી, તેલુગુ, તુલુ, મરાઠી, કન્નડ, ઉર્દુ અને સ્પેનિશ ભાષાઓનુ જ્ઞાન છે.