PM સુરક્ષામાં થયેલી ચૂકની ઘટના પર કંગનાએ આપી પ્રતિક્રિયા જાણો, શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે પંજાબના પ્રવાસે હતા. આ સમયે તેમની સુરક્ષામાં ચૂક થઇ હતી. પ્રદર્શનકારીઓના કારણે તેનો કાફલો એક ફ્લાઇઓવર પર 20 મિનિટ સુધી રોકાયો, આ ઘટના માટે કેન્દ્ર સરકારે પંજાબની સતારૂઢ કોગ્રેસને જવાબદાર ગણાવ્યો. આ મામલે કંગનાએ પ્રતિક્રિયા આપતા તેનો પક્ષ મૂક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટનાના પગલે કંગનાએ કહ્યું કે, પંજાબ આંતકી પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયું છે. આ ઘટચાની પ્રતિક્રિયા આપતા કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે.
કંગનાએ લખ્યું કે, “પંજાબમાં જ થયું તે શરમજનક છે. આદરણીય પ્રધાનમંત્રી પ્રજાતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતા પ્રતિનિધિ અને 140 કરોડ જનતાનો અવાજ છે. તેના પર આ પ્રકારનો હુમલો દેશના દરેક નાગરિક પર અને પ્રજાતંત્ર પર હુમલો છે.
કંગનાએ લખ્યું કે, “કંગનાએ લખ્યું કે, પંજાબ આંતકી પ્રવૃત્તિઓનો અડ્ડો બની રહ્યું છે. જો આને અત્યારે નહીં રોકવમાં આવે તો દેશને મોટું નુકસાન થશે. આ સાથે તેને હેશટેગ લખ્યું, Bharat Stand With Modi Ji..
સોશિયલ મીડિયા પર કંગનાના આ નિવેદનની પ્રશંસા કરવામાં આવી રહી છે. કંગનાને હંમેશા ભાજપના સમર્થક માનવામાં આવે છે. આ કારણે તે અનેક વખત ચર્ચામાં રહે છે અને તેના નિવેદનનો વિરોધ પણ થાય છે પંરતુ એક્ટ્રેસ તેના વિચાર સોશિયલ મીડિયા પર રજૂ કરી રહે છે.