South Stars: પોતાની જ કો સ્ટારના પ્રેમમાં પડ્યા સાઉથના આ સુપરસ્ટાર, બાદમાં ધૂમધામથી કર્યા લગ્ન
South Cinema: બોલિવૂડની જેમ હવે દર્શકોએ સાઉથ સિનેમામાં પણ ઘણો રસ લેવાનું શરૂ કર્યું છે. અમે તમારા માટે સાઉથના તે સ્ટાર્સનું લિસ્ટ લાવ્યા છીએ. જે પોતાના જ કોસ્ટારના પ્રેમમાં પડ્યા અને બાદમા તેમની સાથે લગ્ન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પહેલું નામ સાઉથ ઈન્ડસ્ટ્રીના ટોપ એક્ટર મહેશ બાબુનું છે. જેમણે બોલિવૂડ અભિનેત્રી નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યા છે. બંનેની મુલાકાત ફિલ્મ 'વામશી'ના સેટ પર થઈ હતી. પછી તેમનો પ્રેમ ખીલ્યો અને બંનેએ લગ્ન કરી લીધા.
તેલુગુ ફિલ્મ સ્ટાર વરુણ તેજે તાજેતરમાં જ અભિનેત્રી લાવણ્યા ત્રિપાઠી સાથે લગ્ન કર્યા છે. તેમના પ્રેમની શરૂઆત ફિલ્મ 'અંતરીક્ષમ 9000 KMPH'ના સેટ પર થઈ હતી.
તમિલ સ્ટાર સૂર્યાનું નામ પણ આ યાદીમાં સામેલ છે. અભિનેતાએ સાઉથની લોકપ્રિય અભિનેત્રી જ્યોતિકા સાથે લગ્ન કર્યા છે. બંનેએ સાથે ઘણી ફિલ્મો કરી છે. આ દરમિયાન તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા અને બંનેએ લગ્ન કરી લીધા.
દક્ષિણના પીઢ અભિનેતા નાગાર્જુને પણ તેની કો-સ્ટાર અમલા મુખર્જી સાથે લગ્ન કર્યા છે.
નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્યનું પણ આ યાદીમાં નામ છે. જેણે તેની કોસ્ટાર સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા. બંને પહેલીવાર ફિલ્મ 'યે માયા ચેસવા'ના સેટ પર મળ્યા હતા અને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જો કે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને તેઓ અલગ થઈ ગયા હતા.
તેલુગુ ફિલ્મ સ્ટાર પવન કલ્યાણ પણ આ યાદીમાં સામેલ છે. પવને તેની કો-સ્ટાર રેણુ દેસાઈ સાથે લગ્ન કર્યા. જોકે, બાદમાં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા.