પોર્ન કેસમાં ધરપકડ નહીં કરવા આ હોટ એક્ટ્રેસ પાસેથી મુંબઈ પોલીસે માગી 15 લાખ રૂપિયાની લાંચ ? જાણો વિગત
પોર્નકેસમાં એક્ટ્રેસ ગહના વશિષ્ઠની વર્ષની શરૂઆતમાં ફેબુઆરી 2021માં ધરપકડ કરવામાં આવી હતી. ગહના વશિષ્ઠે ખુલાસો કર્યો છે કે, મુંબઇ પોલીસે ધરપકડ ન કરવા માટે 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોર્ન કેસમાં એક્ટ્રેસ ગહના વશિષ્ઠ 4 મહિના સુધી જેલમાં રહેવું પડ્યં હતું. પોર્ન કેસમાં આરોપી એક્ટ્રેસ ગહના વશિષ્ઠે શનિવારે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મુંબઇ પોલીસે તેમની પાસે ધરપકડ ન કરવા માટે ધરપકડ બાદ જેલ મુક્ત કરવા માટે 15 લાખની ડિમાન્ડ કરી હતી.
પોર્ન કેસની આરોપી ગહના વશિષ્ઠે પોર્નકેમસાં લાગેલા તેમના દરેક આરોપોને નકાર્યા હતા. ઉલ્લેખનિય છે કે પોર્નકેસમાં ગહના વશિષ્ઠ પર અનેક ગંભીર આરોપ લગાવાયા છે.
ગહના વરિષ્ઠે ઇન્ટરવ્યું ખુલાસો કરતા કહ્યું હતું. કે, “પોલીસે 15 લાખની ડિમાન્ડ કરી હતી પરંતુ મેં તેમને આ રકમ આપવાનો ઇન્કાર કર્યો હતો કારણ કે, જ્યારે મેં કોઇ ગુનો કર્યો જ નથી તો પછી હું તેનાથી બચવા માટે શા માટે કોઇ રકમ આપું”
ગહના વરિષ્ઠે કહ્યું કે, “એ વાત સાચી છે કે મેં કેટલાક વીડિયોમાં કામ કર્યુ હતું, તે બોલ્ડ હતા પરંતુ તે અશ્લિલ ન હતી. મેં અને રાજ કુંદ્રાએ કંઇ પણ ગલત નથી કર્યું” ગહના વરિષ્ઠનો એ આરોપ છે કે, પોલીસે તેમને તેમની વાત ન માનવા પર તેનું પરિણામ ભોવવાની પણ ધમકી આપી હતી.
ગહના વરિષ્ઠે કહ્યું કે, “હવે જ્યારે વ્હોટસએપ ચેટ બધાની સામે આવી ગઇ છે તો બધા જ મારી પાસે આ મામલે સ્પષ્ટતા ઇચ્છે છે. હું આ બધું જ પબ્લિકલી ન હતી કહેવા માંગતી પરંતુ પોલીસે મને મજબૂર કરી”
એક્ટ્રેસ ગહના વરિષ્ઠની પોર્ન ફિલ્મ શૂટ મામલે ધરપકડ કરાઇ હતી. ધરપકડના પાંચ મહિના બાદ તે ગંભીર રીતે બીમાર પડતાં તેમને જામીન પર મુક્ત કરાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચે મડ આઇલેન્ડમાં સ્થિત એક બંગલામાં રેડ પાડતાં ગહનાની ધરપકડ કરાઇ હતી. ગહનાને ગત બે એફઆઇઆરમાં જામીન મળી છે જો કે મુંબઇ પોલીસે એક અન્ય એફઆઇઆરમાં પણ તેમનું નામ સામેલ કર્યું છે.