Pose: હાથમાં પૉપકૉર્ન બેગ લઇને રેટ્રૉ લૂકમાં દેખાઇ નીતા અંબાણી, દીકરી ઇશા સાથે આપ્યા પૉઝ
Nita Ambani Bag: નીતા અંબાણી હંમેશા પ્રભુત્વ ધરાવે છે. તે પોતાના દેખાવથી લોકોને ખૂબ જ પ્રભાવિત કરે છે. ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન, નીતા બંને લુકમાં શાનદાર લાગે છે. આ વખતે તેની બેગ વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુધવારે આયોજિત કાર્યક્રમમાં નીતા અંબાણી દીકરી ઈશાને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. નીતાએ પોતાના લૂકથી બધાને પ્રભાવિત કર્યા પરંતુ તેની બેગએ બધાનું ધ્યાન ખેંચ્યું.
નીતા અંબાણીના લૂકની વાત કરીએ તો, તેણે બ્લેક કલરનું ચમકદાર સ્કર્ટ અને તેની સાથે શર્ટ સ્ટાઇલ જેકેટ પહેર્યું હતું. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. નીતા અંબાણીને ટ્રેડિશનલ લૂકથી અલગ આ લૂકમાં જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે અને તેના ફોટો પર ઘણી કૉમેન્ટ કરી રહ્યા છે.
સૌથી વધુ ધ્યાન ખેંચનારી નીતા અંબાણીની પોપકોર્ન બેગ હતી. આ કાળા અને સફેદ રંગની બેગ ખૂબ જ સુંદર લાગે છે. દરેક લોકો નીતાના લૂક કરતા તેના બેગના વખાણ કરી રહ્યા છે.
નીતા અંબાણીએ પણ દીકરી ઈશા સાથે પૉઝ આપ્યો હતો. ઈશાએ લીલાક કલરનો કૉ-ઓર્ડ સેટ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. માતા અને પુત્રીને સાથે પૉઝ આપતા જોઈને તેઓ ખૂબ જ ખુશ છે. નીતા અંબાણી ક્યારેય પોતાના બાળકોને સપોર્ટ કરવાની તક ગુમાવતા નથી.
નીતા અંબાણી હંમેશા સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. તેમના નાના પુત્ર અનંત અને રાધિકાના લગ્ન થોડા સમય પહેલા થયા હતા. લગ્નમાં તેના પરફોર્મન્સનો વીડિયો વાયરલ થયો હતો.