Prabhas House: હૈદરાબાદમાં પ્રભાસ પાસે છે 80 કરોડ રૂપિયાનો બંગલો, લક્ઝરી કારનો છે શોખ
અભિનેતા પ્રભાસની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી, પરંતુ હજુ પણ તેની પાસે ઘણી મોટા બજેટની ફિલ્મો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટર પ્રભાસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. બાહુબલી મૂવીએ તેને માત્ર દેશમાં જ નહી પરંતુ વિશ્વભરમાં લોકપ્રિયતા અપાવી છે.
તાજેતરમાં તેની કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી નથી. તાજેતરમાં આદિપુરુષ ફિલ્મ વિવાદનો ભોગ બની હતી. આ પહેલા પણ કેટલીક ફિલ્મો સારુ પ્રદર્શન કરી શકી ન હતી.
જોકે તે પછી પણ પ્રભાસની ડિમાન્ડ ઓછી થઈ નથી. હજુ પણ તેની પાસે મોટા બજેટની ઘણી ફિલ્મો છે. કહેવાય છે કે પ્રભાસે આદિપુરુષ માટે 120 કરોડ રૂપિયાની ફી લીધી હતી.
અત્યારે પ્રભાસની બે ફિલ્મો આગામી એક-બે વર્ષમાં આવવાની છે, સાલર અને પ્રોજેક્ટ કે. આ બંને મોટા બજેટની ફિલ્મો છે અને પ્રભાસે બંને માટે લગભગ 100-100 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
બાહુબલી પ્રભાસની ફિલ્મો સિવાય તે પોતાના જીવનમાં ઘણી લક્ઝરી પ્રોપર્ટીનો માલિક છે. અભિનેતા પાસે હૈદરાબાદના પ્રખ્યાત જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં કરોડોની કિંમતનો લક્ઝરી બંગલો છે.
રિપોર્ટ અનુસાર, પ્રભાસે હૈદરાબાદના જુબિલી હિલ્સમાં સ્થિત બંગલો 60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે તેની કિંમત 80-85 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
પ્રભાસ પાસે ઘણી લક્ઝરી કાર પણ છે. તેની પાસે લેમ્બોર્ગિની, રોલ્સ રોયસ અને જગુઆર લેન્ડ રોવર જેવી મોંઘી કાર છે.પ્રભાસ વધુ ફિલ્મો કરતો નથી. પરંતુ તેની નેટવર્થ ઓછી નથી. એક રિપોર્ટ અનુસાર, એક્ટર પ્રભાસ લગભગ 250 કરોડ રૂપિયાનો માલિક છે.