દીપિકા પાદુકોણથી લઇને દીપિકા કક્કડ સુધી, બી-ટાઉનની આ હસીનાઓ થઇ છે પ્રેગનન્સીની અફવાઓથી પરેશાન, જુઓ તસવીરો
મુંબઇઃ આપણા દેશમાં લગ્ન જીવન સૌથી ખાસ ભાગ માનવામાં આવે છે. સામાન્ય છોકરી હોય કે પછી બૉલીવુડની એક્ટ્રેસ, દરેક પોતાના લગ્નમાં સજીધજીને તેને મનાવે છે. લગ્ન થતાં જ લોકો તેની પ્રેગનન્સીને લઇને સવાલો પણ પુછવાના શરૂ કરી દે છે. બી ટાઉનની કેટલીક એક્ટ્રેસ આવા પ્રેગનન્સનીના સવાલોથી કંટાળેલી પણ દેખાઇ છે. તાજેતરમાં જ જાણીતી એક્ટ્રેસ દીપિકા કક્કડ (Dipika Kakar)ની સાથે આવુ જ થયુ, આના પર મૌન તોડતા કક્કડે મીડિયા સામે આવીને પછી કહેવુ પડ્યુ હતુ કે તે પ્રેગનન્ટ નથી, અને આવી વાતો પાયાવિહોણી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)ના લગ્નને લગભગ ત્રણ વર્ષ થઇ ગયા છે પરંતુ ફેન્સ તેની પ્રેગનન્ટ થવાનો રાહ જોઇ રહ્યાં છે. તેનો પ્રેગનન્સીન અંદાજ પણ લગાવી રહ્યાં છે. કેટલીક તસવીર જોઇને લોકો કહેવા લાગ્યા કે તે પ્રેગનન્ટ છે, કેમકે તેનો બેબી બમ્પ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે. આ વાતથી નારાજ થઇને પ્રિયંકાએ ધ એલેન ડેજેનેરેસ શૉમાં કહ્યુ હતુ કે હું બધાને કહેવા માગુ છે કે હું પ્રેગનન્ટ નથી. હું મા નથી બનવાની.
થોડાક સમય પહેલા એક્ટ્રેસ ઐશ્વર્યા રાય (Aishwarya Rai)ની બીજી પ્રેગનન્સીની ખબરો ખુબ ચર્ચામાં રહી હતી. જ્યારે તે પતિ અને દીકરી સાથે ગોવામાં ફરવા ગઇ ત્યારે આ ટ્રિપની તસવીરોએ ખાસી એવી ચર્ચા જગાવી હતી. લોકો કહેવા લાગ્યા હતા કે ઐશ્વર્યા રાય પ્રેગનન્ટ છે. જોકે આ વાત માત્ર અફવા હતી.
બૉલીવુડની જાણીતી અને ક્યૂટ સિંગર નેહા કક્કડ (Neha Kakkar) ની પ્રેગનન્સીની પણ ખુબ ચર્ચાઓ થઇ હતી. નેહા કેટલીક જગ્યાઓએ ઢીલા ઢીલા કપડાં પહેરીને દેખાઇ તો ફેન્સે તેની પ્રેગનન્સીની ખબરનો હવા આપી દીધી હતી.
બૉલીવુડની સુંદર એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) એ વર્ષ 20218માં જ એક્ટર રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા, આ પછી લોકો તેને માં બનવાને લઇને સવાલો પુછવા લાગ્યા હતા. લોકોની આવી વાતોથી દીપિકા કંટાળી ગઇ હતી.