જ્યારે આ એક્ટ્રેસને આંખ મારવી પડી હતી ભારે, નોંધાઇ હતી FIR

Priya Prakash Varrier: પ્રિયા પ્રકાશ વારિયર માત્ર એક આંખ મારવાથી જ કરોડો લોકોના દિલોની ધડકન બની ગઇ હતી. તેમની ફિલ્મના ગીતના વિંક વીડિયોએ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
Priya Prakash Varrier: પ્રિયા પ્રકાશ વારિયર માત્ર એક આંખ મારવાથી જ કરોડો લોકોના દિલોની ધડકન બની ગઇ હતી. તેમની ફિલ્મના ગીતના 'વિંક વીડિયો'એ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી.
2/8
પ્રિયા પ્રકાશ વારિયરની ફિલ્મના એક સીનમાં તેણે આંખ મારીને બધાને દિવાના બનાવી દીધા હતા. તે સમયગાળા દરમિયાન, પ્રિયા રાતોરાત રાષ્ટ્રીય ક્રશ બની ગઈ હતી.
3/8
પ્રિયા પ્રકાશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, અને પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને લોકોને ક્રેઝી બનાવે છે.
4/8
22 વર્ષની પ્રિયાનો જન્મ કેરળના ત્રિશૂરમાં થયો હતો. તે 2021માં બે તેલુગુ ફિલ્મોમાં જોવા મળી છે. તેની સાઉથ ફિલ્મના એક ગીતનો એક નાનો વીડિયો વાયરલ થયો હતો, જેના પછી તે વિંક ગર્લ તરીકે જાણીતી બની હતી.
5/8
આ વીડિયો તેની મલયાલમ ફિલ્મ 'ઓરુ અદાર લવ'ના ગીત 'મણિક્ય મલરાયા પૂર્વી'નો છે. માત્ર એક વાર આંખ મારીને તેણે દેશભરમાં સેન્સેશન બનીને છવાઇ ગઇ હતી
6/8
પરંતુ શું તમે જાણો છો કે પ્રિયા પ્રકાશની આંખ મારતી ક્લિપ જોઈને કેટલાક લોકો એટલા ગુસ્સે થઈ ગયા હતા કે તેમણે એક્ટ્રેસ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.
7/8
જો કે, સુપ્રીમ કોર્ટે પ્રિયા પ્રકાશના કેસને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે તેની સામે કોઈ કેસ ન નોંધાઇ શકે
8/8
નોંધનીય છે કે વર્ષ 2019માં પ્રિયા પ્રકાશ વારિયરની ફિલ્મ ઓરુ અદાર લવનું ટ્રેલર રીલિઝ થયું જેના પછી તે ચર્ચામાં આવી હતી. ટ્રેલરના એક સીનમાં તેણે આંખ મારીને બધાને દિવાના બનાવી દીધા હતા.
Sponsored Links by Taboola