Pauline Jessica Death: તમિલ અભિનેત્રીએ પ્રેમમાં નિષ્ફળતા મળતાં કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખી આ વાત
અભિનેત્રી તમિલ ફિલ્મ અભિનેત્રીઓમાં ઉભરતી સ્ટાર હતી. જેણે પોતાના અભિનયથી ચાહકોને પ્રભાવિત કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App. અભિનેત્રી પૌલિન જેસિકાએ પોતાનું સ્ટેજ નામ દીપા રાખ્યું હતું. જો કે, અહેવાલો અનુસાર, અભિનેત્રીએ આત્મહત્યા કરીને જીવનનો અંત લાવી છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. અભિનેત્રીનો મૃતદેહ તેમના ઘરના એક રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો
તમિલ અભિનેત્રીના આકસ્મિક અવસાનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીના અંગત જીવનમાં ખૂબ જ તણાવ હતો.
અભિનેત્રીના માતા-પિતા ઈચ્છતા હતા કે તેણી તેની સંમતિથી લગ્ન કરે. સામે આવી રહેલી માહિતી મુજબ અભિનેત્રી દીપા કોઈ બીજાના પ્રેમમાં હતી.
પરંતુ તેમનો પ્રેમ સફળ રહ્યો ન હતો. જેના કારણે અભિનેત્રીએ આ ચોંકાવનારું પગલું ભર્યું છે. અભિનેત્રી દીપા ચેન્નાઈના વિરુગમ્બક્કમમાં મલ્લિકાઈ એવન્યુ નામના એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી. અભિનેત્રીનું મૃત્યુ એ જ એપાર્ટમેન્ટના ફ્લેટમાં થયું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી છે, જેમાં લખ્યું છે કે તે આખી જિંદગી કોઈના પ્રેમમાં રહેશે, જ્યારે તેના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.
તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ