Punjabi Actresses Net Worth: Sargun Mehtaથી લઇને Himanshi Khurana સુધી, જાણો પંજાબી એક્ટ્રેસની નેટવર્થ
લોકોમાં પંજાબી અને ભોજપુરી સિનેમાનો ક્રેઝ વધી રહ્યો છે. આ જ કારણ છે કે હવે પંજાબી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓ કમાણીના મામલે હિન્દી સિનેમાના કલાકારોને ટક્કર આપી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંજાબી ફિલ્મોમાં પોતાની મહેનતથી નામ કમાવનાર અભિનેત્રી સરગુન મહેતા એક ફિલ્મ માટે 40થી 60 લાખ રૂપિયા લે છે. રિપોર્ટ અનુસાર તેમની કુલ સંપત્તિ 50 કરોડ રૂપિયાની આસપાસ છે.
ઘણી પંજાબી ફિલ્મો અને ઘણા મ્યુઝિક આલ્બમમાં દેખાઈ ચૂકેલી હિમાંશી ખુરાના એક ગીત માટે 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેની કુલ સંપત્તિ લગભગ 22 કરોડ રૂપિયા છે.
પંજાબી ફિલ્મો અને બોલિવૂડ ફિલ્મ હેટ સ્ટોરી 2માં જોવા મળેલી સુરવીન ચાવલા પણ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. રિપોર્ટ્સનું માનીએ તો તે દર વર્ષે લગભગ બે કરોડ રૂપિયા કમાય છે. તેમની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયાની આસપાસ છે.
સોનમ બાજવા પંજાબી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. રિપોર્ટ્સનું માનીએ તો તે એક ફિલ્મ માટે 2-3 કરોડ રૂપિયા લે છે. તેમની કુલ સંપત્તિ લગભગ 35 કરોડ રૂપિયા છે.
નીરુ બાજવા પંજાબની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી છે. રિપોર્ટ્સ અનુસાર, તે એક ફિલ્મ માટે એકથી બે કરોડ રૂપિયા લે છે. તેની નેટવર્થની વાત કરીએ તો નીરુ 111 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે.