Himanshi Khurana થી લઇને Neeru Bajwa સુધી, સંપત્તિમાં બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે આ પંજાબી અભિનેત્રીઓ
બોલિવૂડની સાથે હવે દર્શકોને પંજાબી ફિલ્મો પણ ખૂબ પસંદ આવી રહી છે. આજે અમે તમને તે પંજાબી અભિનેત્રીઓનો પરિચય કરાવીશું જેણે નેટવર્થમાં બોલિવૂડ અભિનેત્રીઓને પણ પછાડી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીરુ બાજવા - આ લિસ્ટમાં પહેલું નામ પંજાબ ઈન્ડસ્ટ્રીની સુપરસ્ટાર અભિનેત્રી નીરુ બાજવાનું છે. જેની દરેક ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળે છે. નીરુ એક ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા ફી લે છે. અભિનેત્રીની કુલ સંપત્તિની વાત કરીએ તો અભિનેત્રીની કુલ સંપત્તિ 111 કરોડ રૂપિયા છે.
સોનમ બાજવા- પંજાબની સુપર મોડલ અને અભિનેત્રી સોનમ બાજવાનું નામ પણ આ લિસ્ટમાં છે. જે એક ફિલ્મ માટે 2 થી 3 કરોડ લે છે. અભિનેત્રીની કુલ સંપત્તિ લગભગ 35 કરોડ રૂપિયા છે.
સુરવીન ચાવલા - બોલીવુડ અને પંજાબની ફેમસ એક્ટ્રેસ સુરવીન ચાવલા એક ફિલ્મ માટે બે કરોડ રૂપિયા લે છે. અભિનેત્રીની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયા છે.
સરગુન મહેતા - સુંદર અભિનેત્રી સરગુન મહેતાએ પંજાબી ફિલ્મો દ્વારા ખૂબ જ ઓછા સમયમાં દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી છે. રિપોર્ટ્સ અનુસાર, સરગુનની કુલ સંપત્તિ 50 કરોડ રૂપિયાની આસપાસ છે.
હિમાંશી ખુરાના - પંજાબી અભિનેત્રી અને બિગ બોસ 13 ફેમ હિમાંશી ખુરાના તેના કિલર લુકથી ચાહકોના દિલ જીતી રહી છે. રિપોર્ટ્સ અનુસાર હિમાંશી એક ગીત માટે 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેમની કુલ સંપત્તિ 22 કરોડની નજીક છે.