Priyanka Chopra Funny Kissa: જ્યારે નશામાં ચકચૂર હાલતમાં ફ્લાઇટમાં બેઠી પ્રિયંકા ચોપરા, ફ્લાઇટ અટેંડેન્ટે કહ્યો આ ફનિ કિસ્સો
પીસીએ બોલિવૂડની સાથે સાથે હોલીવુડમાં પણ પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો છે. પરંતુ આ અહેવાલમાં અમે તમારા માટે તેમની કારકિર્દી સાથે નહીં પરંતુ તેમના અંગત જીવન સાથે જોડાયેલી એક ઘટના લાવ્યા છીએ. આ સાંભળીને તમે દંગ રહી જશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વાત તે સમયની છે. જ્યારે પ્રિયંકા ચોપરા 'ક્વોન્ટિકો'ને લઇને ચર્ચામાં હતી. આ સમય દરમિયાન, એકવાર તે ફ્લાઇટમાં મુસાફરી કરી રહી હતી. તે એટલી નશામાં હતી કે તેણે ફ્લાઈટમાં એવું કામ કર્યું કે ત્યાં હાજર પેસેન્જરો હસવાનું રોકી શક્યા ન હતા.
પ્રિયંકા ચોપરાની આ તસવીર ફ્લાઈટ એટેન્ડન્ટે શેર કરી હતી. તેણે કહ્યું હતું કે, પ્રિયંકાએ એકસાથે 3 પેગ લીધા હતા અને થોડી જ વારમાં તે નશામાં ચકચૂર થઇ ગઇ હતી.
પ્રિયંકાને વિચિત્ર સ્થિતિમાં સૂતી જોઈને ફ્લાઈટમાં હાજર મુસાફરો હસવાનું રોકી શક્યા ન હતા. પ્રિયંકાની આ સ્ટોરીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
અભિનેત્રી પોતાની પુત્રી અને પતિ સાથે બોલિવૂડથી દૂર ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. અભિનેત્રીએ વર્ષ 2018માં અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. બંને હવે એક પુત્રી માલતીના માતા-પિતા છે.
છેલ્લા કેટલાક દિવસોથી અભિનેત્રી તેના જેઠ-જેઠાણીના છૂટાછેડાને લઈને પણ ચર્ચામાં છે. જેના પર હવે ખુદ સોફી ટર્નરે પણ મહોર લગાવી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે 'સિટાડેલ'માં જોવા મળી હતી. બહુ જલ્દી તે બોલિવૂડમાં પણ ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળવાની છે.