રાજ કપૂરની બર્થ એનિવર્સરી જશ્નમાં રેખા થઇ ભાવુક, પહેલા તસવીરને કિસ કરી બાદ... જુઓ તસવીરો
શુક્રવારે રાત્રે મુંબઈમાં રાજ કપૂરની 100મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસર પર, બોલિવૂડ સ્ટાર્સ અને કપૂર પરિવારે પ્રતિષ્ઠિત અભિનેતા-દિગ્દર્શકને શ્રદ્ધાંજલિ આપી. ભારતીય સિનેમાના શોમેન તરીકે પ્રેમપૂર્વક યાદ કરવામાં આવતા રાજ કપૂરે તેમની 100મી જન્મજયંતિની ઉજવણી સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ સાથે કરી જે ગ્લેમરસ હતી તેટલી જ હ્રદયસ્પર્શી હતી. આ ઈવેન્ટમાં પહોંચેલી રેખા રાજ કપૂરના પોસ્ટર જોઈને ભાવુક થઈ ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઈકાલે રાત્રે, રાજ કપૂરની 100મી જન્મજયંતિની ઉજવણીમાં, રેખાએ ફરી એકવાર શોમાં પોતાની સ્ટાઈલથી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ દરમિયાન આલિયા ભટ્ટ રેખાને વેલકમ કરવા પહોંચી હતી. તસવીરમાં રેખા આલિયાનો હાથ પકડેલી જોવા મળી રહી છે.
રેખા ગોલ્ડન બોર્ડર સાથે ગોલ્ડન બ્લાઉઝ સાથે ક્રીમ રંગની સાડી પહેરીને ઇવેન્ટમાં પહોંચી હતી.
વાળમાં ગજરા સાથે લાલ લિપસ્ટિક, કપાળ પર બિંદિયા અને કાનમાં સોનાની બુટ્ટી પહેરેલી રેખા આ ઉંમરે પણ ખૂબ જ સુંદર દેખાતી હતી.
આ દરમિયાન રેખા રાજકપૂરની તસવીરો જોઇને ભાવુક થઇ હતી અને તેને તસવીરને કિસ કરી હતી.
રેખાને તેમની તસવીરને સ્પર્શ કર્યો,. આ સમયે તેમની આંખો ભીની થઇ ગઇ હતી.
રેખા રાજકપૂરના પોસ્ટરને અકીટસે નિહાળતી જોવા મળી
રેખાએ તેમની તસવીરને નિહાળતી રહી અને બાદ મસ્તક ઝુકાવી રિસ્પેક્ટ આપ્યું