Casting Couch : રાજીવ ખંડેલવાલે ખુલ્લા મને કરી વાત, કહ્યું, મેં પણ કાસ્ટિંગ કાઉચનો કર્યો છે સામનો
સેલેબ્સ હવે ખુલ્લેઆમ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરે છે, પછી તે ટીવી ઇન્ડસ્ટ્રીના હોય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના. હાલમાં જ ટીવી એક્ટર રાજીવ ખંડેલવાલે આ અંગે ખુલીને વાત કરી હતી.
તસવીર ઇન્સ્ટામાંથી
1/8
Casting Couch : સેલેબ્સ હવે ખુલ્લેઆમ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરે છે, પછી તે ટીવી ઇન્ડસ્ટ્રીના હોય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના. હાલમાં જ ટીવી એક્ટર રાજીવ ખંડેલવાલે આ અંગે ખુલીને વાત કરી હતી.
2/8
ફેમસ એક્ટર અને હોસ્ટ રાજીવ ખંડેલવાલે કહ્યું છે કે, તેઓ કાસ્ટિંગ કાઉચનો શિકાર બન્યા છે. અભિનેતા કહે છે કે લોકો માત્ર મહિલાઓની સુરક્ષાની વાત કરે છે, પરંતુ પુરુષોને પોતાના પડકારો છે.
3/8
ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેતાએ કહ્યું, 'પુરુષો સાથે પણ આવું થાય છે પરંતુ તે આટલી બધી જાણ કરતા નથી અને તેની વધુ ચર્ચા પણ નથી થતી.
4/8
મેં કાસ્ટિંગ કાઉચનો પણ સામનો કર્યો છે. પરંતુ કેટલાક વિચિત્ર કારણોસર આપણો સમાજ વિચારે છે કે 'હા ઠીક છે, લડકા હૈ, તેણે મેનેજ કર્યું હશે. પરંતુ અહીં, જ્યારે કોઈ મહિલા અથવા અભિનેત્રી વિશે વાત કરવામાં આવે છે, ત્યારે વસ્તુઓ અલગ છે. આપણે પુરૂષો વિશે એવી જ લાગણીઓ અનુભવતા નથી જેટલી આપણે સ્ત્રીઓ માટે અનુભવીએ છીએ.
5/8
'આનું એક કારણ પુરૂષ પ્રધાન સમાજ છે જેણે મહિલાઓને નિશ્ચિત રીતે જોઇ છે. તેમને લાંબા સમયથી તેમનો હક આપવામાં આવ્યો ન હતો. તેથી આપણે આપણે સ્ત્રીઓ કોઇ પણ બાબતને વધુ સારી રીતે સમજીએ અને અનુભવીએ છીએ.
6/8
અભિનેતાએ આગળ કહ્યું, 'મને લાગે છે કે પુરુષો તેમાંથી ઝડપથી બહાર આવે છે કારણ કે તેની બનાવટ જ એવી છે.
7/8
'જ્યારે મેં ઘણી સ્ત્રીઓ પાસેથી સાંભળ્યું છે કે, તે જ્યારે કાસ્ટિંગ કાઉચનો શિકાર થાય છે ત્યારે તે તેઓ અંદરથી ખૂબ જ ખરાબ અનુભવે છે. પણ મને અંદરથી આવું કઇ ફીલ ન હતું થયું પરંતુ મે કહ્યું કે, 'સોરી બોસ, હું આની સામે ઝૂકવાનો નથી.' પુરુષો અને સ્ત્રીઓને અલગ-અલગ રીતે દરેક બાબતે જોવામાં આવે છે પરંતુ હવે વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે.
8/8
પોતાની વાત પૂરી કરતા અભિનેતાએ કહ્યું, 'હવે મહિલાઓ આ વસ્તુઓનો સામનો કરવા માટે પહેલા કરતા વધુ મજબૂત, સ્માર્ટ અને વધુ આત્મવિશ્વાસ ધરાવતી બની ગઈ છે. આજના સમયમાં પુરુષો પણ મહિલાઓથી ડરે છે.'
Published at : 23 Jun 2023 07:01 AM (IST)