Ramya Krishnan Life Fact: આ એક આરોપના કારણે 'બાહુબલી'ની શિવગામી દેવીની લાઇફમાં આવ્યો હતો ભૂકંપ
બાહુબલીમાં રામ્યા કૃષ્ણને શિવગામી દેવીનું પાત્ર ભજવીને લાખો લોકોના દિલ જીતી લીધા હતા. આજે અમે તમને રામ્યાના જીવનના તે અજાણ્યા પાસાઓ વિશે જણાવીશું.
રામ્યા કૃષ્ણન
1/7
'બાહુબલી'માં રામ્યા કૃષ્ણને શિવગામી દેવીનું પાત્ર ભજવીને લાખો લોકોના દિલ જીતી લીધા હતા. આજે અમે તમને રામ્યાના જીવનના તે અજાણ્યા પાસાઓ વિશે જણાવીશું.
2/7
રામ્યા કૃષ્ણન સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. જે તેના જોરદાર અભિનય માટે જાણીતી છે.રામ્યાએ તેની ત્રણ દાયકાની કારકિર્દીમાં 250 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આજે અમે તેમની પ્રોફેશનલ નહીં પણ તેમના અંગત જીવન વિશે જણાવવા જઈ રહ્યા છીએ
3/7
વાસ્તવમાં અભિનેત્રીના જીવનમાં એક સમય એવો હતો જ્યારે તેણે ફિલ્મ નિર્દેશક કેએસ રવિકુમાર સાથેના અફેરને લઈને ઘણી ચર્ચાઓ થઇ હતી. કારણ કે અભિનેત્રીએ તેમની ફિલ્મ 'પદયપ્પા' અને 'પાટ્ટલી' અને 'પંચતંથીરા'માં કામ કર્યું હતું. જે બાદ બંને વચ્ચે નિકટતા વધવા લાગી અને બંને ડેટિંગ કરવા લાગ્યા.
4/7
રવિકુમાર પહેલેથી જ પરિણીત હતા. આવી સ્થિતિમાં તેમના અફેરની અસર રવિકુમારના ઘરમાં દેખાતી હતી. જેના કારણે રવિનું લગ્નજીવનમાં ઝઘડાઓ થવા લાગ્યા. બંનેનું અફેર રવિની પત્નીને એટલું પરેશાન કરવા લાગ્યું કે તેણે રામ્યાને ધમકી પણ આપી હતી.
5/7
અહેવાલો અનુસાર, રવિકુમાર આ બધી બાબતોને કારણે ખૂબ જ પરેશાન થવા લાગ્યા હતા. ત્યારે તેમણે રામ્યાથી અલગ થવાનો નિર્ણય કર્યો. પરંતુ આ દરમિયાન એક સમાચાર એવા પણ સામે આવ્યા હતા કે રામ્યા ગર્ભવતી થઈ ગઈ છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેત્રીએ ગર્ભપાત કરવા માટે 75 લાખ રૂપિયા માંગ્યા હતા. કારણ કે બંનેમાંથી કોઈ એ બાળકને રાખવા તૈયાર નહોતું.
6/7
આ રિપોર્ટે અભિનેત્રીના જીવનમાં ભૂકંપ લાવી દીધો હતો. જોકે, રવિ અને રામ્યાએ અફેરથી લઈને ગર્ભપાત સુધીના તમામ સમાચારોને સાવ ખોટા ગણાવ્યા છે. આ પછી રામ્યાએ તેલુગુ ફિલ્મ નિર્માતા કૃષ્ણા વામશી સાથે લગ્ન કર્યા હતા.
7/7
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે
Published at : 13 May 2023 11:53 PM (IST)
Tags :
Ramya Krishnan Life Fact