બોલિવૂડના આ સુપર સ્ટાર પહેલા કરતાં હતા આ કામ, કોઇ હતા વેઇટર, તો કોઇ કર્યું હતું વોચમેનનું કામ
રણવીર સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રાથી માંડીને અમિતાભ બચ્ચન સુધી બોલિવૂડના કેટલાક સેલેબ્સે ફેમસ થતાં પહેલા અનેક પ્રકારના કામ કર્યાં હતા. કોઇ વોચમેન હતા તો કોઇ વેઇટરનું કામ કરી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિદ્ધાર્થ મલ્હોત્રાએ 18 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું. અભિનેતાએ કરણ જોહરની ફિલ્મ માય નેમ ઈઝ ખાનમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.
સોનાક્ષી સિન્હા અભિનયની શરૂઆત પહેલા ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કરતી હતી. અભિનેત્રીએ મેરા દિલ લેકે દેખો ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા.
રણવીર સિંહ ફિલ્મોમાં હીરો બનતા પહેલા એડવર્ટાઈઝિંગ કંપનીઓમાં કોપીરાઈટર તરીકે કામ કરતા હતા.
અક્ષય કુમારે બેંગકોકમાં શેફ અને વેઈટર તરીકે કામ કર્યું છે. અભિનેતાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેણે કુંદનની જ્વેલરી વેચવાનું કામ પણ કર્યું છે.
નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના પરિવારને ટેકો આપવા માટે કેમિસ્ટ તરીકે કામ કર્યું છે. દિલ્હી આવ્યા બાદ નવાઝે થોડો સમય વોચમેન તરીકે પણ કામ કર્યું હતું.
બોલિવૂડ એક્ટર બોમન ઈરાની મુંબઈની તાજ હોટેલમાં વેઈટર અને રૂમ સર્વિસ એટેન્ડન્ટ તરીકે કામ કરતા હતા.
અમિતાભ બચ્ચન એક શિપિંગ કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી ચૂક્યા છે. અમિતાભ બચ્ચને ઓલ ઈન્ડિયા રેડિયોમાં પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના ભારે અવાજને કારણે તેમને રિજેક્ટ કરવામાં આવ્યાં હતા.
દિગ્ગજ સુપર સ્ટાર રજનીકાંત ફિલ્મોમા આવ્યાં પહેલા કંડક્ટરનું કામ કરતા હતા.