Exit Poll 2024
(Source: Poll of Polls)
Rashika Mandanna: ‘કાંતારા’ સાથે રશ્મિકા મંદાનાનું શું કનેકશન છે, એરપોર્ટ પર આપેલા નિવેદનના કારણે બબાલ
રિષભ શેટ્ટીની ફિલ્મ 'કંતારા'ને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. , જ્યારે રશ્મિકા મંડન્નાએ ફિલ્મ 'કંતારા' જોઈ નથી, તો તેને મૂળથી જોડાઇ રહેવાની ટે સલાહ આપવામાં આવી રહી છે. વાસ્તવમાં, રશ્મિકા મંડન્નાએ તેની કારકિર્દીની શરૂઆત કન્નડ સિનેમાથી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકન્નડમાં બનેલી ફિલ્મ 'કાંતારા' પાન ઈન્ડિયા લેવલ પર રિલીઝ થઈ હતી અને ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. જો રશ્મિકા મંદન્નાએ હજુ સુધી ફિલ્મ જોઈ નથી, તો તેને ફિલ્મ જોવાની સલાહ આપવામાં આવી રહી છે જેથી તે પોતાની સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડાયેલી રહે છે.
રશ્મિકાના મંદાનાએ તેમની કરિયરની શરૂઆત ઋષભ શેટ્ટીના નિર્દશનમાં બની કન્નડ ફિલ્મ કિરિક પાર્ટીથી કરી હતી. છેલ્લે જ્યારે તેને એરપોર્ટ પર જોવામાં આવી તો એક પપરાજીએ તેને પૂછી લીધું કે. શું આપે કાંતારા ફિલ્મ જોઇ છે? ત્યારે રશ્મિકાએ કહ્યું કે, હજું નથી જોઇ પરંતુ હું જોવાની છું. આ જવાબના કારણે તે હાલ ટ્રોલર્સના નિશાને છે.
'કંતારા' આખી દુનિયામાં ધૂમ મચાવી રહી છે. જો રશ્મિકા મંદન્નાએ હજુ સુધી ફિલ્મ જોઈ નથી તો નેટીઝન્સે પણ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને રશ્મિકા મંદન્નાને ફિલ્મ જોવાની સલાહ આપી હતી અને તેને યાદ અપાવ્યું હતું કે તેણે પોતે જ કન્નડ સિનેમાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે તેને મોટું સ્ટેજ મળ્યું છે, જે કન્નડ ફિલ્મની દેણ છે. તેમને ઋષભ શેટ્ટીએ તેમને કિરિક પાર્ટીમાં ઇન્વાઇટ કરી હતી તો તેમણે આ કારણે પણ આ ફિલ્મ જોવી જોઇએ.
એવું નથી કે રશ્મિકા પહેલી વખત ટ્રોલ થઇ છે અને તેને લઇને અનેક ચર્ચાએ થઇ રહી હતી. વિજય દેવરકોંડાની સાથે પણ તે રિલેશનશિપને લઇને ચર્ચામાં છે.
આ મુદ્દે પ્રતિક્રિયા આપતા તાજેતરમાં રશ્મિકા મંદન્નાએ સોશિયલ મીડિયા પર તેની એક પોસ્ટમાં લખ્યું છે કે, તે સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ થઈ રહેલી વાતોથી ખૂબ જ નારાજ છે. જ્યારથી તેણે કરિયરની શરૂઆત કરી છે ત્યારથી તે આવી બાબતોનો સામનો કરી રહ્યી છે.