પિતાના મોત બાદ રામ્યા ખૂબ જ ભાંગી પડી હતી, બાદ આ રીતે રાહુલ ગાંઘીએ કરી હતી એક્ટ્રેસની મદદ
કન્નડ ફિલ્મોની જાણીતી અભિનેત્રી રામ્યા એટલે કે દિવ્યા સ્પંદન ખૂબ જ ફેમસ હતી. તે માત્ર અભિનેત્રી જ નથી રહી પરંતુ એક જાણીતી નેતા પણ રહી ચૂકી છે. રાહુલ ગાંધી વિશે તેમના નવા નિવેદનો સામે આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરામ્યા એટલે કે દિવ્યા સ્પંદનના આ નિવેદનોએ બધાને ચોંકાવી દીધા. તેણે રાહુલ ગાંધી વિશે કંઈક એવું કહ્યું કે, બધા દંગ રહી ગયા. પ્રખ્યાત ટોક શો વીકેન્ડ વિથ રમેશ સીઝન 5 ની અંદર તેણે આ ખુલાસા કર્યા હતા કે, કેવી રીતે રાહુલ ગાંધીએ ખરાબ સમયમાં તેમનો સાથ આપ્યો.
રામ્યાએ જણાવ્યું કે, તેના પિતા આરતી નારાયણનું નિધન થતાં જ તે આઘાતમાં સરી પડી હતી અને સંપૂર્ણ રીતે ભાંગી પડી હતી. આ સમયે રાહુલ ગાંધીએ તેમને ભાવનાત્મક સપોર્ટ આપ્યો હતો.
રામ્યાએ એ પણ કહ્યું કે, જીવનમાં તેના પિતા અને માતા બાદ ત્રીજી જો કોઇ મહત્વની વ્યક્તિ હોય તો રાહુલ ગાંઘી છે. તેમણે કહ્યું કે પિતાના મોત બાદ સુસાઇડના વિચાર આવતા હતા. જો કે આ સમયે રાહુલ ગાંધીએ તેમને ખૂબ સમજાવી હતી.
આ સાથે રામ્યાએ એમ પણ કહ્યું કે, તે તેના પિતાના મૃત્યુના 2 અઠવાડિયા પછી સંસદમાં પહોંચી હતી. જો કે તે ચૂંટણી પણ હારી ગઇ હતી પરંતુ તેમ છતાં તેણે પોતાની જાતને સંભાળી અને કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ સાથે અભિનેત્રીએ જણાવ્યું કે મંડ્યાના લોકોએ પણ તેને ખૂબ સપોર્ટ કર્યો.
રામ્યાએ 2013માં રાજકારણ છોડીને બધાને ચોંકાવી દીધા હતા. તે પણ યુથ કોંગ્રેસમાં જોડાયા હતા. એટલું જ નહીં, 2019માં તેમણે સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના સોશિયલ મીડિયા કેમ્પેઈનનું નેતૃત્વ કરવાનું પણ નક્કી કર્યું હતું. પરંતુ બાદમાં તે ચૂંટણી હારી ગઈ અને તેના કારણે તેણે રાજકારણ છોડી દીધું.
રામ્યા એટલે કે દિવ્યા સ્પંદને 2003માં પુનીત રાજ કુમાર અભિનીત કન્નડ ફિલ્મ અભિ દ્વારા અભિનયની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. તે રાજનીતિમાં નિષ્ફળ ગઈ ત્યારે તે ફરીથી ફિલ્મોમાં કમબેક કર્યું