જયારે શૂટિંગ દરમિયાન આવી હરકતના કારણે રેખા ધ્રૂસકે ધ્રુસકે રડી પડી હતી, ઘટના કંઇક આવી હતી.
બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ રેખા સાથે જોડાયેલી એવી અનેક વાતો છે, જેને વણકહી રહી ગઇ છે. રેખા જેટલી તેમની પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે તેટલી જ પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. આજે આ આર્ટિકલ દ્વારા રેખાની પ્રોફેશન લાઇફ સાથે જોડાયેલ એક ચર્ચાસ્પદ કિસ્સો શેર કરી રહ્યાં છે. જેના કારણે રેખા શૂટિંગ દરમિયાન જ ધ્રૂસકે ધ્રુસકે રડી પડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટસ મુજબ આ ઘટના ફિલ્મ ‘અનજાના સફર’ના શૂટિંગ સમયની છે. આ સમયે રેખા 15 વર્ષની હતી. ફિલ્મના હીરો વિશ્વજીત હતા.
ફિલ્મ અનજાનાના શૂટિંગ દરમિયાન પાંચ મિનિટ સુધી વિશ્વજીતે કિસ કરી હતી. આ સીન વિષે ફિલ્મ મેકરે પણ રેખાને કોણ પણ પ્રકારની જાણકારી ન હતી આપી અને બધું જ અચાનક જ થઇ ગયું હતું
કહેવાય છે કે, આ સીન રેખાની મરજી વિરૂદ્ધ શૂટ કરવામાં આવ્યો હતો. આ સમયે રેખા ખુદને ખૂબ જ લાચાર અને અસહાય મહેસૂસ કરતી હતી. મીડિયા રિપોર્ટસ મુજબ વિશ્વજીત પાંચ મિનિટ સુધી રેખાને જબરદસ્ત રીતે કિસ કરતા રહ્યાં અને જ્યારે સીન પૂરો થયો રેખાની આંખમાં આંસૂ હતા.
આ સીન બાદ ઘણો વિવાદ થયો હતો, મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. સેન્સર બોર્ડ પણ આ સીન મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો.