In Pics: સારા અલી ખાન વિશે રિયા ચક્રવર્તીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, સુશાંત સિંહ સાથેના સંબંધ સમયની કરી આવી વાત
બોલિવૂડ એક્ટ્રેસ સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ થવા જઇ રહ્યું છે. આ કેસમાં ડ્રગ્સનું એન્ગલ પણ સામે આવ્યું હતું. ત્યારબાદ એનસીબીએ પણ તપાસ શરૂ કરી દીધી હતી. એનસીબીએ બોલિવૂડના કેટલાક સેલેબ્સ સાથે આ મુદ્દે પૂછપરછ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટસ મુજબ સુશાંત ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીએ તેમના કબૂલનામામાં સુશાંત અને તેમની સાથે જોડાયેલા કેટલાક ખુલાસા કર્યાં હતા. તેમણે સારા મુદ્દે પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં હતા.
રિયા ચક્રવર્તીએ એનસીબીની સામે જે નિવેદન આપ્યું હતું. તે હવે સોશિયલ પર વાયરલ થયું છે. મીડિયા રિપોર્ટસ મુજબ રિયાએ તેમના નિવેદનમાં સારા અલી ખાનના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. રિયાએ સારા પર આરોપ લગાવતા કહ્યું કે. તેમણે સારાએ ગાંજા અને વોડકાની ઓફર કરી હતી.
સુશાંત સિંહ રાજપૂત ડ્ગ્સ મામલે મીડિયા ચેનલને રિયાની ચાર્જશીટ મળી છે. જેમાં સારાના નામનો ઉલ્લેખ છે. ચાર્જશીટમાં રિયાએ કહ્યું કે, સારા તેમના હાથે જ ગાંજો અને સિગરેટ સર્વે કરતી હતી.
આ પહેલા જ્યારે એનસીબીની ટીમે બોલિવૂડ સેલેબ્સને પૂછપરથ કરી તો સારા અલીખાનનું નામ પણ સામે આવ્યું. જો કે સારાને જ્યારે પૂછપરછ કરાઇ તો તેમણે તેમની પર લગાવેલા બધા જ આરોપને નકાર્યાં હતા. રિયાએ કહ્યું હતું કે, સારાએ ખુદ તેમને જ ગાંજો ઓફર કર્યો હતો.
રિયાના આ નિવેદન બાદ હવે સારાની મુશ્કેલી વધી શકે છે. જાણકારી માટે જણાવી દઇએ કે, રિયા અને સારા જિમ પાર્ટનર હતી. બંને અનેક વખત જિમની બહાર સાથે સ્પોટ થઇ હતી.