સોશિયલ મીડિયા પર ફાટેલી જિન્સમાં મહિલાઓ ફોટો કરી રહી છે પોસ્ટ, CM તીરથના વિરોધમાં મિશન! જાણો શું છે મામલો
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતની સામે સોશિયલ મીડિયા પર વિરોધ શરૂ થઇ ગયો છે. ફાટેલી જિન્સ પર કમેન્ટ કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે એક કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું હતું કે, જે મહિલા ખુદ ફાટેલું જિન્સ પહેરે છે. તેવી મહિલા બાળકોનું શું સંસ્કાર આપશે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તરાખંડના મુખ્યમંત્રીના આ નિવેદન બાદ મહિલાઓએ સોશિયલ મીડિયા દ્રારા #RippedJeansTwitter નામે એક અભિનાય શરૂ કર્યું છે,. જેમાં મહિલાઓ ફાટેલી જિન્સમાં ફોટો પોસ્ટ કરીને તીરથ સિંહના નિવેદનનો વિરોધ કરી રહી છે
દિલ્લી મહિલા આયોગની અધ્યક્ષ પણ આ મુહિમમાં જોડાઇ છે. સ્વાતિ માલિવાને લખ્યું કે,”રેપ એ કારણે નથી થતાં કે, ફાટેલી જિન્સ, કે મહિલા શોર્ટસ આઉટફિટ પહેરે છે પરંતુ એટલા માટે થાય છે કે, આપના જેવા નેતા તેમની ફરજ યોગ્ય રીતે નથી બજાવતા” દ્રારા #RippedJeansTwitterનું સમર્થન કર્યું અને તસવીર શેર કરી છે.
શિવસેના સાંસદ પ્રયિંકા ચતુર્વેદીએ લખ્યું કે,’દેશના સંસ્કાર અને સંસ્કૃતિને એવા લોકોથી ફરક પડે છે. જે મહિલાના વ્યક્તિત્વને તેમના આઉટફિટથી જજ કરે છે. વિચાર બદલો મુખ્યમંત્રીજી ત્યારે દેશ બદલાશે’
અભિનેત્રી ભૂમિકાએ પણ ફાટેલી જિન્સનો ફોટો પોસ્ટ કરતા લખ્યું કે, ‘ફાટેલું જિન્સ ફાટેલા મગજ કરતા સારૂ છે’
ઉત્તરાખંડના સીએમ તીરથ સિહંના નિવેદન પર સાંસદ જયા બચ્ચન, ટીએમસી સાંસદ મહુવા મોઇત્રાએ પણ વિરોધ કર્યો હતો અને આવા તેમના નિવેદન પર નિશાન સાંધતા નિંદા કરી હતી.
મણિપુરમાં રહેનાર 9 વર્ષની પર્યોવરણ એક્ટિવિસ્ટ લિકપ્રિયા કાંગુજમે પણ સીએમ તીરથ સિંહના નિવેદનનો વિરોધ કરતા જિન્સમાં તસવીર પોસ્ટ કરી છે. ઉલ્લેખનિય છે કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે એક કાર્યક્રમના સંબોધનમાં કહ્યં હતું કે, એરપોર્ટ પર અને એનજીઓ ચલાવતી મહિલા ફાટેલી જિન્મમાં મળી હતી. આવા ફાટેલા જિન્સ પહેરેલી મહિલા સમાજને કેવા વિચારોનો પ્રચાર કરશે? સીએમ તીરથના નિવેદનનો સતત વિરોધ થઇ રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે એક કાર્યક્રમના સંબોધનમાં કહ્યં હતું કે, એરપોર્ટ પર અને એનજીઓ ચલાવતી મહિલા ફાટેલી જિન્મમાં મળી હતી. આવા ફાટેલા જિન્સ પહેરેલી મહિલા સમાજને કેવા વિચારોનો પ્રચાર કરશે? સીએમ તીરથના નિવેદનનો સતત વિરોધ થઇ રહ્યો છે.