Photos : રૂપાલી ગાંગુલી ‘અનુપમા’ એ બાળ કલાકાર તરીકે ફિલ્મી દુનિયામાં કરી હતી એન્ટ્રી, જુઓ બાળપણના ફોટો

હાલના દિવસોમાં અનુપમા ટીવી સિરિયલ દર્શકોની પહેલી પસંદ બની ગઈ છે. આવી સ્થિતિમાં લીડ રોલમાં જોવા મળી રહેલી રૂપાલી ગાંગુલી દરેક દર્શકોના ઘરનો ભાગ બની ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અનુપમાના જીવન સાથે જોડાયેલા રહેવા માટે તેના ફેન્સ તેને સોશિયલ મીડિયા પર ખૂબ ફોલો કરે છે. અને જેવી રૂપાલી કોઈ પણ તસવીર પોસ્ટ કરે છે કે તરત જ તે જોઈને તે તસવીર વાયરલ કરી દે છે.

ચાહકો અનુપમા વિશે દરેક વાત જાણવા માંગે છે. તો અમે વિચાર્યું કે કેમ ન તમને અનુપમાના બાળપણની તસવીરો બતાવીએ, હા આ રિપોર્ટમાં તમને અનુપમાનું બાળપણ જોવા મળશે.
અનુપમા બાળપણથી જ ખૂબ જ પ્રતિભાશાળી છે. તેણે 7 વર્ષની ઉંમરે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
5 એપ્રિલ 1977ના રોજ કોલકાતામાં જન્મેલી રૂપાલીએ બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
પોતાની ડેબ્યુ ફિલ્મ પછી તેણે તેના પિતાની એક ફિલ્મમાં કામ કર્યું, ત્યારબાદ તેણે વર્ષ 2000માં ટીવી સિરિયલોમાં પગ મૂક્યો.
તેણીએ સુકન્યા સાથે ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો, ત્યારબાદ તેણે ઘણી હિટ સિરિયલો આપી અને વર્ષ 2006માં બિગ બોસનો ભાગ બની. પરંતુ તેની લાંબી કારકિર્દીમાં રૂપાલી ગાંગુલીને અનુપમા તરીકે ઓળખ મળી છે.પ્રેક્ષકોએ તેનું પાત્ર ખૂબ પસંદ કર્યું અને તેના પર ઘણો પ્રેમ પણ વરસાવ્યો.