સચિન તેંડુલકરની દીકરી સારા વજન ઉતારીને થઈ ગઈ સ્લિમ ટ્રિમ, જોઈને થઈ જશો દંગ, શરૂ કરી શામાં કારકિર્દી ?
મુંબઇઃ લીઝેન્ડરી ક્રિકેટર સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકરે મૉડલિંગની દુનિયામાં પોતાનુ પહેલુ પગલુ ભરી દીધુ છે. સારાએ એક ક્લૉથિંગ બ્રાન્ડ માટે પ્રમૉશનલ વીડિયો શૂટ કર્યો છે. જે તે મૉડેલિંગ કરતી દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વીડિયો સારા તેંદુલકરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કર્યો હતો. આ વીડિયોને શેર કર્યાના એક દિવસ બાદ સારાએ આ બ્રાન્ડ માટે મૉડેલિંગ કરતી પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો પણ શેર કરી હતી.
સારા તેંડુલકરની આ તસવીરોમાં સારાના નવા અવતારને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ કપડાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે સારા તેંદુલકરે અભિનેત્રીઓ બનિતા સંધુ અને તાનિયા શ્રોફ સાથે મોડેલિંગની શરૂઆત કરી. પ્રમોશનલ વીડિયોમાં આ ત્રણેય એકસાથે પોઝ આપતા જોવા મળે છે.
આ સાથે જ સારા તેંદુલકરે હવે મોડલિંગમાં કારકિર્દી બનાવવા સંપૂર્ણપણે પ્રયાસો શરૂ કરી દીધા છે.
સારા તેંદુલકર તેનું સ્કૂલિંગ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે અને તે યુનિવર્સિટી કોલેજ લંડનની સ્નાતક છે.
સારા તેંદુલકર
સારા તેંદુલકર