Saiyaara OTT Release Date: સૈયારા ફિલ્મ ઓટીટી પર થશે રીલિઝ, જાણો કઇ તારીખથી ઓનલાઈન સ્ટ્રીમિંગ

Saiyaara OTT Release Date: મોહિત સૂરીની મ્યુઝિકલ રોમાન્સ ફિલ્મ સૈયારા ઓનલાઈન સ્ટ્રીમિંગ માટે તૈયાર છે. અહાન પાંડે અને અનિત પદ્દાની ફિલ્મ આ મહિને OTT પ્લેટફોર્મ પર આવવા જઈ રહી છે.

સૈયારા મૂવિ ઓટીટી પર થશે રીલિઝ

1/7
દર્શકો લાંબા સમયથી ફિલ્મ 'સૈયારા' ની રાહ જોઈ રહ્યા હતા અને હવે તેનું OTT પ્રીમિયર કન્ફર્મ થઈ ગયું છે. આ ફિલ્મ 12 સપ્ટેમ્બર 2025 ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. થિયેટરોમાં શાનદાર બોક્સ ઓફિસ કલેક્શન પછી, હવે દર્શકો તેને ઘરે બેઠા જોઈ શકશે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મની રિલીઝને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે.
2/7
'સૈયારા' આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. આવી સ્થિતિમાં, ચાહકો ફિલ્મના OTT રિલીઝની રાહ જોઈ રહ્યા છે.
3/7
અહાન પાંડે અને અનિત પદ્દાની રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ ૫૦ દિવસ સુધી સિનેમાઘરોમાં સફળતાપૂર્વક ચાલ્યા બાદ હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.
4/7
'સૈયારા' એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી અને બધા રેકોર્ડ તોડી નાખ્યા. ફિલ્મનું વિશ્વવ્યાપી કલેક્શન 570.11 કરોડ રૂપિયા હતું. ફક્ત ભારતમાં જ આ ફિલ્મે 329.52 કરોડ રૂપિયાનું બ્લોકબસ્ટર કલેક્શન કર્યું.
5/7
આ અહાન પાંડે સ્ટારર ફિલ્મ 12 સપ્ટેમ્બરના રોજ OTT પર સ્ટ્રીમ થશે. તમે તેનો આનંદ નેટફ્લિક્સ પર માણી શકશો.
6/7
'સૈયારા'નું દિગ્દર્શન મોહિત સુરી દ્વારા કરવામાં આવ્યું છે.આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે.
7/7
આ ફિલ્મ કોરિયન ફિલ્મ 'અ મોમેન્ટ ટુ રિમેમ્બર (2004)' થી પ્રેરિત હોવાનું કહેવાય છે. આ ફિલ્મ દ્વારા અહાન પાંડેએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.'સૈયારા'ની વાર્તા અને અહાન અને અનિત વચ્ચેની કેમેસ્ટ્રીએ દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. ફિલ્મના બધા ગીતો પણ હિટ રહ્યા.
Sponsored Links by Taboola