Saiyami Kher Training: 'અગ્નિ' માટે રિયલ લાઇફ ફાયર ફાઇટર સાથે સૈયામી ખેરે મેળવી ટ્રેનિંગ
અભિનેત્રી સૈયામી ખેર ફિલ્મ નિર્માતા રાહુલ ધોળકિયા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘અગ્નિ’માં ફાયર ફાઈટરની ભૂમિકામાં જોવા મળશે. સૈયામી ખેર અગ્નિ ફિલ્મમાં તેના રોલ માટે સખત મહેનત કરી રહી છે.
All Photo Credit: Instagram
1/6
અભિનેત્રી સૈયામી ખેર ફિલ્મ નિર્માતા રાહુલ ધોળકિયા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘અગ્નિ’માં ફાયર ફાઈટરની ભૂમિકામાં જોવા મળશે. સૈયામી ખેર અગ્નિ ફિલ્મમાં તેના રોલ માટે સખત મહેનત કરી રહી છે. આ ફિલ્મમાં તે ફાયર ફાઈટરના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મની તૈયારી માટે તેણે રિયલ લાઇફ ફાયર ફાઇટર્સ સાથે તાલીમ લીધી છે.
2/6
તેણે સ્ટ્રિક્ટ રૂટીન, ટેક્નોલોજી અને ફ્લોક્સિબિલિટીનો અનુભવ કરવા તેણે મુંબઈ ફાયર સ્ટેશનની ઘણી વખત મુલાકાત લીધી હતી. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી અને દિવ્યેન્દુ શર્મા પણ જોવા મળશે.
3/6
અગ્નિ ભારતીય ઈતિહાસની પ્રથમ ફિલ્મ હશે જે મહિલા ફાયર ફાઈટરના જીવનને દર્શાવશે. સૈયામી ખેર તેની ભૂમિકામાં હિંમત અને કમિટમેન્ટ બતાવશે.
4/6
મુંબઈના ફાયર ફાઈટર સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કરતાં અભિનેત્રીએ કહ્યું, 'એક એક્ટ્રેસ તરીકે મેં કરેલી દરેક ફિલ્મમાં મને નવું કૌશલ્ય શીખવાનું મળ્યું છે. મને આનો ખૂબ જ ગર્વ છે.
5/6
તેણે આગળ કહ્યું, 'આ રોલ માટેની તૈયારી ખૂબ જ પ્રેરણાદાયી અને રોમાંચક હતી. એક વાસ્તવિક અગ્નિશામક સાથે સમય વિતાવવાથી મને અહેસાસ થયો કે હું અમારા શહેરમાં ફાયર ફાઇટર્સ વિશે કેટલું ઓછું જાણું છું. જે તેઓએ સહન કરવું પડે છે. મહિલા અગ્નિશામકોની સંખ્યા પણ આંખ ખોલનારી હતી.
6/6
સૈયામીએ કહ્યું, 'તાલીમ ખૂબ જ રોમાંચક હતી. મેં સાધનસામગ્રી કેવી રીતે હેન્ડલ કરવી તે શીખી હતી. ફાયર ફાયટર દ્વારા કરવામાં આવતી પ્રેક્ટિસ પણ શીખી હતી. અગ્નિશામકો દરરોજ જે બલિદાન આપે છે તે જોયું. જે ઘણી વખત પોતાની જાત માટે એક મોટું જોખમ હોય છે. મને આશા છે કે અમે તેમની પ્રતિબદ્ધતા સાથે ન્યાય કર્યો છે.આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ રીલિઝ થશે
Published at : 25 Nov 2024 02:54 PM (IST)