Dharamveer 2 Trailer Launch: સલમાન ખાન ગોવિંદા ખાસ અંદાજમાં મળ્યાં, જુઓ લોન્ચિંગ સમયની તસવીરો
ધરમવીર 2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં જ્યારે સલમાન ખાન પીઢ અભિનેતા જીતેન્દ્ર અને ગોવિંદાને મળ્યો ત્યારે તેણે બંનેને ગળે લગાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'ધરમવીર 2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ડેશિંગ લુકમાં જોવા મળ્યો હતો. બ્લેક ટીશર્ટ અને જીન્સ પહેરીને તે એકદમ હેન્ડસમ લાગતો હતો.
આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદ અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે સલમાન ખાનને ચુનરી પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
ઈવેન્ટમાં ગોવિંદા સફેદ શર્ટ અને પેન્ટ સાથે બ્લુ બ્લેઝરમાં જોવા મળ્યો હતો. અભિનેતાએ સફેદ જૂતા સાથે તેનો લૂક કમ્પલિટ કર્યો હતો.
'ધરમવીર 2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે પણ હાજરી આપી હતી. આ દરમિયાન તે પ્રિન્ટેડ સાડી પહેરેલી જોવા મળી હતી. એક્ટ્રેસ મેચિંગ ઈયરિંગ્સ અને ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી.
રકુલ પ્રીત સિંહ સાથે તેના પતિ અને નિર્માતા જેકી ભગનાની પણ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. જેકીએ મરૂન કુર્તા સાથે બ્લેક પાયજામા અને બ્લેક શૂઝ સાથે લૂકને કમ્પલિટ કર્યો હતો.
'ધરમવીર 2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અભિનેત્રી અંકિતા લોખંડે પણ તેના પતિ વિકી જૈન સાથે હાજર રહી હતી. આ દરમિયાન કપલએ બ્લેક આઉટફિટ પ્રીફર કરીને મેચિંગ કર્યું હતું. અભિનેત્રી કાળી સાડી અને વિકી પણ બ્લેક શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યો હતો.
'ધરમવીર 2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અભિનેત્રી આકાંક્ષા પુરી પણ જોવા મળી હતી. મેચિંગ હીલ્સ સાથે સફેદ ડ્રેસ પહેરીને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
બોમન ઈરાનીએ 'ધરમવીર 2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં પણ હાજરી આપી હતી. આ દરમિયાન તે સફેદ કુર્તા-પાયજામા સાથે ગ્રે રંગનો પ્રિન્ટેડ વેસ્ટ કોટ અને ખેસ સાથે લૂકને કમ્પલિટ કર્યો હતો. Dharamveer 2 Trailer Launch: