Salman Khan Photos: ઈદ પર સલમાન ખાને બાલ્કનીમાં આવીને ફેન્સને બતાવી ઝલક, ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન દર વર્ષે આ દિવસને પોતાના ફેન્સ માટે ખાસ બનાવે છે. સલમાન ખાનની એક ઝલક મેળવવા તેના ઘરની બહાર હજારો લોકો એકઠા થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાન ઈદના અવસર પર તેની બાલ્કનીમાં આવ્યો હતો અને ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. સલમાન ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સલમાન ખાનના ચાહકો બાંદ્રા સ્થિત તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર એકઠા થયા હતા. સલમાનની એક ઝલક મેળવવા ચાહકો કલાકો સુધી તેના ઘરની બહાર ઉભા રહ્યા હતા.
સલમાન ખાનને જોઈને તેના ફેન્સ સલ્લુ-સલ્લુની બૂમો પાડવા લાગ્યા. ચાહકોને જોઈને સલમાન ખાને હાથ જોડીને બધાનું અભિવાદન કર્યું.
આ દરમિયાન સલમાન ખાન બ્લુ કુર્તામાં જોવા મળ્યો હતો. ચાહકોને સલમાનનો લુક ઘણો પસંદ આવ્યો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ટૂંક સમયમાં ટાઇગર 3માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.
ટાઈગર 3 પછી સલમાન ખાન ઈદ કભી દિવાળીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે લીડ રોલમાં જોવા મળશે.