શું શોએબ મલિક સાથે તલાક લઈ રહી છે Sania Mirza? આ સ્ટાર્સ પણ લવ મેરેજ બાદ થયા છે અલગ
સાનિયા મિર્ઝા તેના પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી અલગ થવા જઈ રહી છે. પરંતુ આ કોઈ પહેલો કિસ્સો નથી જ્યારે બંને લવ મેરેજ કર્યા બાદ અલગ થયા હોય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસ્તવમાં લગ્નના 12 વર્ષ બાદ સાનિયા અને શોએબના સંબંધોમાં તિરાડ આવવાના અહેવાલો છે. બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું અને રિપોર્ટ્સ અનુસાર બંને અલગ રહેવા લાગ્યા છે. ચાલો જાણીએ કેટલાક એવા સ્ટાર્સ વિશે જેઓ લગ્નના ઘણા વર્ષો પછી એકબીજાથી અલગ થઈ ગયા. તેમાંથી કેટલાકે તેમની નવી દુનિયા બનાવી લીધી છે.
મલાઈકા અરોરા અને અરબાઝ ખાન - મલાઈકા અરોરા અને અરબાઝ ખાનની લવસ્ટોરી બોલિવૂડમાં ઘણી ફેમસ રહી છે. પરંતુ લગ્નના ઘણા વર્ષો પછી આ કપલ પણ અલગ થઈ ગયું.
ઋતિક રોશન અને સુઝૈન ખાન - તાજેતરમાં જ, સબા આઝાદ સાથેના તેના સંબંધોને કારણે હેડલાઇન્સમાં રહેલા ઋતિક રોશને લગ્નના ઘણા વર્ષો પછી સુઝૈન ખાનથી છૂટાછેડાની જાહેરાત કરી હતી. બંને બે બાળકોના માતા-પિતા છે. જોકે બંને હજુ પણ સારા મિત્રો છે.
સૈફ અલી ખાન અને અમૃતા સિંહ - સૈફ અલી ખાને એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ બંનેના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને તેઓ અલગ થઈ ગયા. તેમને બે બાળકો પણ છે. પરંતુ સૈફે હવે કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા છે.
આમિર ખાન અને કિરણ રાવ - આ લિસ્ટમાં આમિર ખાન અને કિરણ રાવનું નામ પણ સામેલ છે. આમિરે કિરણ સાથે બીજા લગ્ન કર્યા હતા અને 15 વર્ષ પછી બંનેએ છૂટાછેડાની જાહેરાત કરી હતી. જે દરેક માટે ખૂબ જ આઘાતજનક હતું.
પુલકિત સમ્રાટ અને શ્વેતા રોહિરા - પુલકિત સમ્રાટ અને શ્વેતા રોહિરા લગ્ન પહેલા કેટલાક વર્ષો સુધી રિલેશનશિપમાં હતા, પરંતુ લગ્નના એક વર્ષમાં જ તેઓ અલગ થઈ ગયા.
ફરહાન અખ્તર અને અધુના ભાબાની - અધુના અને ફરહાન અખ્તર નાનપણથી મિત્રો હતા. બંનેએ લગ્ન કરી લીધા, પરંતુ તેઓ લાંબા સમય સુધી સાથે રહી શક્યા નહીં અને અલગ થઈ ગયા.