Anushka Sharmaથી લઇને Sanjana Ganesan સુધી, જાણો ઇન્ડિયન ક્રિકટરોની હૉટેસ્ટ પત્નીઓ વિશે....

Wife_Cric_08

1/7
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન 9મી એપ્રિલથી શરૂ થઇ રહી છે. જેમ જેમ હાઇપ્રૉફાઇલ ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થવાનો સમય આવી રહ્યો છે, તેમ તેમ ટૂર્નામેન્ટ રમી રહેલા ભારતીય ક્રિકેટરોની પત્નીઓ પણ ચર્ચામાં આવવા લાગી છે. કેટલાય ક્રિકેટરોની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ જબરદસ્ત સુંદર અને હૉટ છે, જે હંમેશા ચર્ચામાં રહે છે. આજે અમને તમને વિરાટ કોહલીથી લઇને જસપ્રીત બુમરાહ સુધીના સ્ટાર ભારતીય ક્રિકેટરોની હૉટેસ્ટ ગર્લફ્રેન્ડ અને પત્નીઓ વિશે બતાવી રહ્યાં છીએ.....
2/7
(1) સંજના ગણેશન- હૉટેસ્ટ લિસ્ટમાં ટૉપ પર સંજના ગણેશનનુ નામ આવે છે. સંજના ગણેશન ભારતીય સ્ટાર ક્રિકેટર જસપ્રીત બુમરાહની પત્ની છે. સંજના એક સ્પૉર્ટ્સ એન્કરની સાથે સાથે એક્ટ્રેસ પણ છે. તેને તાજેતરમાં જ સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહ સાથે લગ્ન કરી લીધા છે. સંજના આઇપીએલ અને આઇસીસીની કેટલીય ઇવેન્ટ્સમાં એન્કરિંગ કરી ચૂકી છે. આમાં 2019નો વર્લ્ડકપ અને કોલકત્તા નાઇટ રાઇડર્સનો શૉ પણ સામેલ છે.
3/7
(2) પ્રાચી સિંહ- ન્યૂ જનરેશન અભિનેત્રીઓમાં પોતાનુ નામ સ્થાપિત કરવાની કોશિશ કરી રહી છે. પ્રાચી સિંહને કલર્સ ટીવીના શૉ ઉડાનથી નવી ઓળખ મળી છે. પ્રાચી સિંહના અફેરની ચર્ચા ભારતીય સ્ટાર અને દિલ્હી કેપિટલ્સના તોફાની બેટ્સમેન પૃથ્વી શૉની સાથે ચાલી રહી છે. બન્નેને કેમેસ્ટ્રી પણ જબરદસ્ત દેખાઇ રહી છે, પ્રાચી સિંહ પૃથ્વી શૉની ગર્લફ્રેન્ડ છે. બન્ને એકબીજાની ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ પર સાથે કૉમેન્ટ પણ કરતા અવારનવાર દેખાય છે.
4/7
(3) ઇશા નેગી- એન્ટરપ્રિન્યૉર અને ઇન્ટીરિયર ડિઝાઇનર તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકેલી ઇશા નેગીનુ નામ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત સાથે સતત ચર્ચામાં રહ્યું છે. જીસસ મેરી કૉલેજમાં અભ્યાસ કરી ચૂકેલી ઇશા નેગી અનેકવાર ઋષભ પંતની સાથે પોતાની તસવીરો પૉસ્ટ કરી ચૂકી છે. સામાન્ય રીતે ફેન્સ ઇશા નેગીને ઋષભ પંતની ગર્લફ્રેન્ડ જ માની રહ્યાં છે. જોકે, ઋષભ પંત અને ઇશા નેગી અનેકવાર એકબીજા સાથે પણ દેખાઇ ચૂક્યા છે.
5/7
(4) આયશા મુખર્જી- આયશા મુખર્જી પણ આ લિસ્ટામાં એક ખાસ નામ છે. ક્રિકેટર શિખર ધવનની પત્ની આયશા મુખર્જી ભારતમાં પેદા થઇ હતી, પરંતુ જન્મ બાદ તે ઓસ્ટ્રેલિયામાં રહી રહી હતી. આયશા મુખર્જી શિખર ધવનથી ઉંમરમાં મોટી છે. બન્નેને લગ્ન બાદ એક દીકરો જોરાવર પણ છે, આયશાને પહેલા લગ્નથી બે દીકરીઓ પણ છે.
6/7
(5) નતાશા સ્ટાન્કૉવિક- સર્બિયન ડાન્સર અને મૉડલ-એક્ટ્રેસ નતાશા સ્ટાન્કૉવિક આજકાલ મુંબઇમાં જ વસી ચૂકી છે. નતાશા સ્ટાન્કૉવિક બૉલીવુડના કેટલાય પ્રૉજેક્ટ્સમાં પણ કામ કરી ચૂકી છે. નતાશા સ્ટાન્કૉવિક અને હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા ચાલી હતી, અને બન્નેએ હવે લગ્ન પણ કરી લીધા છે. હાર્દિક પંડ્યા ભારતીય ટીમની સાથે સાથે ટીમ ઇન્ડિયાનો પણ સ્ટાર ઓલરાઉન્ડર છે. બન્નેને એક દીકરો પણ છે.
7/7
(6) અનુષ્કા શર્મા- ભલે અનુષ્કા શર્મા છેલ્લા બે વર્ષથી ફિલ્મોથી દુર હોય પરંતુ લગ્ન બાદ અનુષ્કાની કેરિયર ખતમ નથી થઇ. હવે તે સુઇ ધાગા અને ઝીરો જેવી ફિલ્મો પણ આપી ચૂકી છે. અનુષ્કા અને વિરાટ કોહલીની લવ સ્ટૉરીએ જબરદસ્ત બઝ પકડ્યુ હતુ. બન્નેએ લવ અફેર બાદ લગ્ન કર્યા અને હવે તેમને એક દીકરી પણ છે.
Sponsored Links by Taboola