KGF Chapter 2 માં અધીરા બન્યો સંજય દત્ત, આ પહેલાં પણ ખલનાયકની ભૂમિકામાં છવાયો હતો સંજય...

સંજય દત્ત

1/7
સંજય દત્ત 80 અને 90ના દશકમાં એ સુપરસ્ટાર્સમાંના એક છે જે આજે પણ લોકોના દિલો પર રાજ કરે છે. આજે પણ સંજય દત્તની ફિલ્મો જોવા માટે લોકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળે છે.
2/7
હવે સંજય દત્ત કેજીએફ ચેપ્ટર 2માં અધીરાનો નેગેટિવ રોલ કરતો દેખાશે. ખાસ વાત એ છે કે, સંજયને નાયક કરતાં ખલનાયકની ભૂમિકામાં લોકોએ ઘણો પસંદ કર્યો છે. આ વાતનો પુરાવો છે ભૂતકાળમાં આવેલી સંજય દત્તની ફિલ્મો.
3/7
ખલનાયકઃ આ ફિલ્મમાં સંજય દત્તે પ્રથમ વખત વિલન (નેગેટિવ)નો રોલ કર્યો હતો. આજે પણ જો સંજયની ટોપ ફિલ્મો કે ટોપ કેરેક્ટરની વાત થાય તો ખલનાયકનું નામ સૌથી પહેલાં આવે છે.
4/7
વાસ્તવઃ આ ફિલ્મમાં સંજય દત્તે ગૈંગસ્ટરનો રોલ કર્યો હતો જે મજબૂરીમાં હથિયાર ઉઠાવી લે છે. 1999માં રિલીઝ થયેલી આ ફિલ્મ સંજયની કરિયરની સુંદર ફિલ્મ સાબિત થઈ હતી.
5/7
અગ્નિપથઃ કાંચા નામનું પાત્ર ભજવીને સંજય દત્તે આ ફિલ્મમાં દર્શકોને ઘણા ડરાવ્યા હતા. સંજયનો લૂક તો જબરદસ્ત હતો જ સાથે જ તેની એક્ટિંગથી દર્શકોના રુંવાડા ઉભા થઈ ગયા હતા.
6/7
મુસાફિરઃ આ ફિલ્મમાં પણ સંજયનું પાત્ર નેગેટિવ હતું. ફિલ્મ ભલે હિટ ના ગઈ પણ સંજયનો લૂક, ડાયલોક અને ગીત ઘણા ફેમસ થયા હતા.
7/7
પાનીપતઃ પાનીપત ફિલ્મમાં અર્જૂન કપૂર મારાઠા શાસકના રોલમાં હતો જ્યારે સંજય દત્ત અહમદ શાહ અબ્દાલીના રોલમાં જોવા મળ્યો હતો. સંજયનું આ પાત્ર પણ નેગેટિવ હતું.
Sponsored Links by Taboola