Holi Iconic Scenes: બોલિવૂડની હોળીના યાદગાર સીનની શાનદાર તસવીરો, જેમાં સ્ટાર્સે કરી હતી જબરદસ્ત મસ્તી
બોલિવૂડની હોળીના યાદગાર દ્નશ્યો
1/10
હોળીનું પર્વ ધૂમધામથી દેશભરમાં દર વર્ષે મનાવાય છે. જો કે કોરોનાના કારણે આ વર્ષે હોળીના રંગ ફિક્કા પડી ગયા છે. તો હોળીના અવસરે બોલિવૂડ ફિલ્મના કેટવાક આઇકોનિક સીન્સ નિહાળો, જે હોળીને રંગીન બનાવી દેશ.
2/10
અમિતાભ બચ્ચન અને હેમામાલિનીનો ફિલ્મ બાગબાનનો હોળીનો સીન પણ યાદગાર રહ્યો. સોન્ગ હોલી ખેલે રઘુબીરા, આજે પણ એટલું જ લોકપ્રિય છે.
3/10
ફિલ્મ શોલેમાં પણ હોળીનું આ સીન ખૂબ લોકપ્રિય બન્યું હતું. ધર્મેન્દ્ર અને હેમા માલિની એકબીજા સાથે જબરદસ્ત અંદાજમાં હોળી રમ્યા હતા. મજાની વાત તો એ છે કે, આ સોન્ગને હોળીના દિવસે જ શૂટ કરવામાં આવ્યું હતું.
4/10
શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનનું આ સીન ફિલ્મ મહોબ્બતેનું છે. મ્યુઝિક ટીચર ગુરુકુલના આચાર્યને ગુલાલ લગાવે છે. આ સીન પર થિયેટરમાં દર્શકો તાળીઓ વગાડ્યા વિના ન હતા રહી શક્યાં
5/10
અમિતાભ બચચ્ન અને રેખાને આજે દર્શકો સાથે જોવા માટે આતૂર છે. જો કે તેમણે જેટલી પણ ફિલ્મ સાથે કરી દરેક યાદગાર કરી. બંનેની કેમેસ્ટ્રી દર્શકો ખૂબ પસંદ કરે છે.
6/10
ફિલ્મ રાંઝણામાં સોનમ કપૂર અને ધનુષનો હોળીનો રોમેન્ટીક સીન પણ શાનદાર હતો. બંનેએ અલગ અંદાજમાં રંગોત્સવ મનાવ્યો હતો.
7/10
થોડા સમય પહેલા રીલિઝ થયેલી ફિલ્મ ‘વોર’માં પણ બંને સ્ટારે શાનદાર હોળી રમી હતી
8/10
પ્રિયંકા ચોપડા અને અક્ષય કુમારની ફિલ્મ ‘લેટસ પ્લે હોલી’ના હોળી સીન પણ યાદગાર રહ્યાં. બંને હોળીના સીનમાં જબરદસ્ત રીતે રંગોથી તરબતર થતાં જોવા મળ્યાં.
9/10
થોડા દિવસ પહેલા નેટફિલક્સ પર નીના ગુપ્તાની ફિલ્મ ‘ધ લાસ્ટ કલર’ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ હોળી અને રંગો પર આધારિત છે
10/10
ફિલ્મ યે જવાની હૈ દિવાનીનો હોળીનો સીન પણ યાદગાર રહ્યો. ‘બલમ પિચકારી ગાને’ સોન્ગ પર રણબીર અને દિપીકાના કેમેસ્ટ્રીને ફેન્સે ખૂબ પસંદ કરી હતી.
Published at : 28 Mar 2021 10:11 AM (IST)