Mira Rajput Skydiving: શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે દુબઈમાં કર્યું સ્કાય ડાઈવિંગ, લખ્યું - જીંદગી ના મિલેગી દોબારા
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત હાલ તેની બહેનપણીઓ સાથે દુબઈમાં રજાઓ માણી રહી છે. હાલમાં જ તેણે પોતાના વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે. મીરા દુબઈમાં ખૂબ જ મસ્તી કરી રહી છે. આ દરમિયાન તેણે ત્યાં સ્કાય ડાઈવિંગ પણ કર્યું, જેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. (ફોટોઃ ઈંસ્ટાગ્રામ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીરા રાજપૂતે સ્કાય ડાઈવિંગની ઘણી તસવીરો શેર કરી અને લખ્યું, ઝિંદગી ના મિલેગી દોબારા!
તસવીરોમાં મીરા રાજપૂત સ્કાય ડાઈવિંગ દરમિયાન બંને હાથ ફેલાવતી જોવા મળે છે. તેની સાથે તેનો સ્કાય ડાઈવિંગ ઈન્સ્ટ્રક્ટર પણ જોવા મળી રહ્યો છે.
આ તસવીરમાં ઈન્સ્ટ્રક્ટર સાથે આકાશની ઊંચાઈએ સ્કાઈડાઈવિંગ કરતી મીરા એક ખાસ અંદાજમાં તસવીર માટે પોઝ આપતી જોવા મળે છે .
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મીરાએ દુબઈ વેકેશનની ઘણી તસવીરો શેર કરી હતી.
આ તસવીરમાં મીરા રાજપૂત તેની મિત્રો સેજલ કુકરેજા અને સુહાવિની સિંહ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
આ પહેલા તેણે એક તસવીર શેર કરી હતી, જેમાં તે રેસ્ટોરન્ટમાં બેઠેલી જોવા મળી હતી.
મીરા લગભગ સાત વર્ષ પછી ગર્લગેંગ સાથે ટ્રીપ પર ગઈ છે. આ વાત તેણે પોતે જ કહી છે.