શીતલ ઠાકુરે પતિ વિક્રાંત મેસ્સી સાથેના લગ્નના ભવ્ય ફોટો શેર કર્યા, જુઓ Photos

Sheetal_Thakur_Vikrant_Messy

1/7
બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસ્સી આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. લગ્ન પછી તેનો આ પહેલો જન્મદિવસ છે.
2/7
શીતલ ઠાકુરે ફરી એકવાર લગ્નની ખુશીની પળોની સુંદર તસવીર શેર કરી છે.
3/7
હલ્દી સમારોહથી લઈને સંગીત સમારોહ સુધી, શીતલ ઠાકુરે તેના લગ્નની ન જોઈ હોય તસવીરો શેર કરીને તેના પતિ પર પ્રેમ વરસાવ્યો છે.
4/7
તેમની આ તસવીરો પર ફેન્સ લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
5/7
વિક્રાંત અને શીતલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, તેમના સંબંધોની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. અને વર્ષ 2019 માં તેઓએ ગુપ્ત રીતે સગાઈ કરીને તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી હતી.
6/7
આ તસવીરો શેર કરતાં શીતલે કેપ્શનમાં લખ્યું, “હેપ્પી બર્થડે મારા ટેલેન્ટેડ પતિ…”
7/7
તો વાઇફ શીતલની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા વિક્રાંતે લખ્યું, “આ દુનિયાને મારા માટે એક સારી જગ્યા બનાવવા માટે હું તારો આભારી છું…”
Sponsored Links by Taboola