'આ કપડાં પહેરી લે અને પછી મને....', બોલિવૂડ એક્ટ્રેસે દિગ્ગજ ફિલ્મમેકર પર લગાવ્યો યૌન ઉત્પીડનનો આરોપ
ખતરોં કે ખિલાડી 14થી ચર્ચામાં રહેલી શિલ્પા શિંદેએ જણાવ્યું છે કે સંઘર્ષના દિવસોમાં કેવી રીતે તે એક ઓડિશન માટે ગઈ અને ત્યાં તેમને એક ફિલ્મમેકરને સેડ્યુસ એટલે કે રિઝવવા માટે કહેવામાં આવ્યું. તેમણે આશરે 25 વર્ષ જૂનો ખરાબ અનુભવ શેર કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂઝ 18 સાથેની વાતચીતમાં શિલ્પા શિંદેએ કહ્યું, આ મારા સંઘર્ષના દિવસોની વાત છે, 1998 1999ની આસપાસ. હું નામ નથી લઈ શકતી, પરંતુ તેમણે મને કહ્યું, 'તમે આ કપડાં પહેરો અને આ સીન કરો.' મેં તે કપડાં નહોતાં પહેર્યાં. તેમણે મને કહ્યું કે તે સીનમાં તે મારા બોસ છે અને મારે તેમને રિઝવવાના છે. ત્યારે હું ખૂબ જ માસૂમ હતી, એટલે મેં તે સીન કર્યો. તે વ્યક્તિએ મારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી અને હું ખૂબ ડરી ગઈ. મેં તેમને ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી ગઈ.
શિલ્પા શિંદેએ આગળ કહ્યું, સિક્યુરિટી સ્ટાફને અહેસાસ થયો કે શું થયું હતું અને તેમણે મને તરત જ ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું. તેમને લાગ્યું કે હું હંગામો કરીશ અને મદદ માટે બૂમો પાડીશ.
તેમણે નામ લીધા વગર ફિલ્મમેકર વિશે કહ્યું, તે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના છે. હું તે સીન કરવા માટે એટલા માટે તૈયાર થઈ કારણ કે તે પણ એક્ટર હતા. હું જૂઠું નથી બોલતી પરંતુ હું તેમનું નામ નથી લઈ શકતી. તેમનાં બાળકો મારાથી નાનાં છે અને જો મેં તેમનું નામ લીધું તો તેમને (તેમનાં બાળકોને) પણ કષ્ટ થશે.
શિલ્પા શિંદેએ આગળ જણાવ્યું કે કેટલાક વર્ષો પછી તે તે ફિલ્મમેકરને ફરી મળી અને આ વખતે તેમણે એક્ટ્રેસને ઓળખી નહીં. એટલું જ નહીં, તેમણે શિલ્પાને ફિલ્મમાં એક રોલ પણ ઓફર કર્યો, પરંતુ એક્ટ્રેસે કરવાનો ઇનકાર કરી દીધો. શિલ્પા શિંદેએ કહ્યું કે આ પ્રકારની ઘટના ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો સાથે થાય છે.