શોએબ મલિક અને આયેશા ઉમરની નિકટતાની તસવીરો થઈ રહી છે વાયરલ, સાનિયા માટે લોકોએ કરી આ કમેન્ટ
જ્યારે લોકોને ભારતની ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા વિશે ખબર પડી કે,તે પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરવા જઈ રહી છે ત્યારે હોબાળો મચી ગયો હતો. તેની ખૂબ ટીકા થઈ હતી. પરંતુ 12 એપ્રિલ 2010ના રોજ બંનેએ હૈદરાબાદમાં ધામધૂમથી લગ્ન કર્યા. ભારતની દીકરી સાનિયા પાકિસ્તાનની વહુ બની ગઇ. આવી સ્થિતિમાં, જ્યારે તેમના છૂટાછેડાની ચર્ચા થઇ રહી છે ત્યારે લોકો જાત-જાતની કમેન્ટ કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશોએબ અને સાનિયાના 12 વર્ષના લગ્ન તૂટી રહ્યાં છે. જો કે બંનેમાંથી એકેયે પણ આ મુદ્દે ઓફિશિયલ કોઇ નિવેદન નથી આપ્યું. શોએબ જ્યાં પાકિસ્તાનમા રહે છે ત્યારે તેનો પુત્ર ઇઝહાન પણ દુબઇ છોડી ચૂક્યાં છે. બંનેની વચ્ચેનું અંતરનું કારણ આયશા ઉમર છે.
આયેશા ઉમર એક પાકિસ્તાની અભિનેત્રી અને યુટ્યુબર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેની નિકટતા છૂટાછેડાનું કારણ બની રહી છે. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જોકે આ તમામ તસવીરો જાહેરાત અને મેગેઝિન માટે કરાયેલા ફોટોશૂટની છે.
આયેશા ઉમર ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે પાકિસ્તાનની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેણે ફિલ્મ 'લવ મેં ગમ' અને 'મૈં હું શાહિદ આફ્રિદી'માં આઈટમ ડાન્સ પણ કર્યો છે.
એક્ટિંગની સાથે આયેશા સિંગર પણ છે. 2012માં 'ચલતે ચલતે' અને 'ખામોશી' નામના બે ગીતો રિલીઝ થયા હતા. જેને ખૂબ જ લોકપ્રિયતા મળી છે.
પાકિસ્તાનમાં સૌથી વધુ ફી લેનારી આયેશાએ વર્ષ 2018માં ન્યૂયોર્ક ફેશન વીકમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. હાલમાં, તે પાકિસ્તાનમાં સાનિયા અને શોએબના છૂટાછેડાના કારણને હાલ ચર્ચામાં છે.
શોએબ મલિક અને આયેશાની મુલાકાત વર્ષ 2021માં એક ફોટોશૂટ દરમિયાન થઈ હતી. ફોટોશૂટમાં બંને ખૂબ જ નજીક જોવા મળ્યા હતા. ત્યારથી સાનિયા અને શોએબ વચ્ચે અંતર વધી ગયું. તો બીજી તરફ શોએબના એક મિત્રએ દાવો કર્યો છે કે, બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે.