Arbaaz Giorgia: અરબાઝ ખાનનું 22 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે થયું બ્રેક અપ ?
અરબાઝ અને જ્યોર્જિયાના લગ્નના સમાચાર અવારનવાર સોશિયલ મીડિયા પર આવતા રહે છે, પરંતુ હવે બંને સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરબાઝ અને જ્યોર્જિયાનું બ્રેકઅપ થઈ ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ બધું જ્યોર્જિયાના નિવેદન બાદ જ કહેવામાં આવી રહ્યું છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં અરબાઝ ખાન અને તેની સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કર્યો. આ દરમિયાન તેણે કહ્યું કે અરબાઝ અને તે માત્ર સારા મિત્રો છે.
એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે બંને વચ્ચે લગ્ન જેવું કંઈ નથી. લોકડાઉન બાદ જ તેમના સંબંધોમાં ઘણો બદલાવ આવ્યો છે અને તે ઘણી વખત અરબાઝ અને મલાઈકાના પરિવારને મળી ચુકી છે.
જ્યોર્જિયાના આ નિવેદન બાદ જ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ બ્રેકઅપ બાદ પણ અરબાઝ અને જ્યોર્જિયા તેમની વચ્ચે કડવાશ આવવા નથી દેતા.
અગાઉ અરબાઝ ખાને પણ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે લગ્ન વિશે વાત કરવી બહુ ઉતાવળ છે. અરબાઝ ખાન અને જ્યોર્જિયા એન્ડ્રિયાની ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને વચ્ચે ઉંમરમાં 22 વર્ષનું અંતર છે.
બંને પોતાના સંબંધોને લઈને ઘણી વખત ટ્રોલ થઈ ચૂક્યા છે. (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)