શ્વેતા તિવારીએ દીકરી પલક તિવારી સાથે ધૂમધામપૂર્વક આપી ગણપતિ બાપ્પાને વિદાય, જુઓ તસવીરો
Ganesh Chaturthi 2023: ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ ગઈકાલે તેની પુત્રી પલક અને પરિવાર સાથે ગણપતિ બાપ્પાને વિદાય આપી હતી. 'કિસી કા ભાઈ કિસી કી જાન' અભિનેત્રીએ તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ આખરે દીકરી પલક તિવારી અને પરિવાર સાથે ગણેશ ચતુર્થીની ઉજવણીનું સમાપન કર્યું અને આગલા દિવસે ખૂબ જ ધામધૂમથી બાપ્પાને વિદાય આપી હતી.
નોંધનીય છે કે શ્વેતા અને પલક તિવારીએ 19 સપ્ટેમ્બરે 'બાપ્પા'નું સ્વાગત કર્યું હતું. કિસી કા ભાઈ કિસી કી જાન અભિનેત્રી પલક એ પણ ગણપતિ વિસર્જનની ઝલક ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કરી છે.
તસવીરો પોસ્ટ કરતી વખતે પલકે કેપ્શનમાં લખ્યું, ગણપતિ વિસર્જન 2023. આ દરમિયાન માતા અને પુત્રી પરંપરાગત પોશાકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા.
પલકે ગણપતિ વિસર્જન દરમિયાન ઘણી તસવીરો ક્લિક કરાવી હતી.
શ્વેતા તિવારીનો લાડકો પુત્ર પણ ગણપતિ બાપ્પાની પૂજા કરતો જોવા મળ્યો હતો.
પલકે તાજેતરમાં જ પોતાના નાના ભાઈ સાથે ગણપતિ બાપ્પાની પૂજા કરતી તસવીરો શેર કરી હતી.
તસવીરોમાં પલકનો નાનો ભાઈ તેના ખોળામાં બેઠેલો જોવા મળી રહ્યો છે.આ તસવીરો શેર કરતી વખતે પલકે લખ્યું, “હું તેને એ જ શીખવી રહી છું જે મારી દાદીએ મને શીખવ્યું હતું. ગણપતિ બાપ્પા મોર્યા.
પલક તાજેતરમાં જ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં જોવા મળી હતી.