Sonu Nigam Birthday: એક સમયે પિતા સાથે લગ્નમાં ગાતા હતા સોનૂ નિગમ, આજે તેની નેટ વર્થ જાણી દંગ રહી જશો
Sonu Nigam Birthday: તેમના અવાજની મધુરતાનો કોઇ જોડ નથી. તેથી તેમની કલા પ્રતિભાની સરખામણી કોઇ સાથે ન થઇ શકે. જાણી તેના જીવનના રસપ્રદ કિસ્સા
Download ABP Live App and Watch All Latest Videos
View In App90ના દશકથી માંડીને આજ દિન સુધી સોનુ નિગમને તેના અવાજથી સંગીતની દુનિયામાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ અહીં સુધી પહોંચવા માટે તેને ખૂબ સંઘર્ષ પડ્યો હતો.
સોનૂને ગાયકી પિતા તરફથી વિરાસતમાં મળી હતી. જ્યારે તે માત્ર 4 વર્ષના જ હતા ત્યારે પિતા સાથે પાર્ટી અને મેરેજ ફંકશનમાં ગાતા હતા. સોનૂ નિગમ ગાયક મોહમ્મદ રફીથી પ્રભાવિત હતા. શરૂઆતમાં તે તેમણે ગાયેલા સોન્ગ સ્ટેજ પર ગાવાનું પસંદ કરતા હતા.
જયારે સોનુની ઉંમર 18-19 વર્ષની થઇ તો પિતા મુંબઇ આવી ગયા. અહીં ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનથી તેમને સંગીતની તાલીમ લીધી હતી.
સોનૂને પહેલો બ્રેક ટી સિરીઝે આપ્યો હતો. તેમને ‘રફી કી યાદ મેં’ આલ્બમ પણ બનાવ્યો હતો.
સિમ્પલ દેખાતા સોનૂ નિગમ ધનાઢ્ય સંગીત સિંગરમાંથી એક છે. તેમની નેટ વર્થ જાણી આપ દંગ રહી જશો.
સોનૂ નિગમ પાસે લક્સુરિયસ કારની સાથે આલિશાન ઘર પણ છે. જાણકારોની માનીએ તો તેની કુલ સંપત્તિ 50 મિલિયન ડોલરની આસપાસ છે.
સોનુ નિગમને લક્ઝરી કારનો પણ ઘણો શોખ છે. તેની પાસે રેન્જ રોવરથી લઈને ઓડી અને બીએમડબલ્યુ સુધીના ઘણી મોંઘી કાર છે. આ સિવાય તેને બાઇક પણ ખૂબ પસંદ છે.
રિપોર્ટ્સ અનુસાર, સોનુ દરેક કોન્સર્ટ માટે 10 થી 15 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે. તે લાઇવ ઇવેન્ટ્સ, રેકોર્ડિંગ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ટીવી શો હોસ્ટિંગ વગેરેમાંથી દર વર્ષે લગભગ પાંચ કરોડ રૂપિયા કમાય છે.