સાઉથમાં કરી કરોડોની કમાણી, બોલિવૂડમાં ફ્લોપ સાબિત થયા આ સુપરસ્ટાર
હવે સાઉથ સિનેમા પણ ઘણી પ્રગતિ કરી રહી છે જ્યાં તાજેતરના વર્ષોમાં તેના સ્ટાર્સે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. હવે અહીંના સ્ટાર્સ સામે બોલિવૂડના સ્ટાર્સ ઝાંખા પડી રહ્યા છે પરંતુ જ્યારે સાઉથના કલાકારોએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને નસીબે સાથ આપ્યો નથી. કેટલાક સ્ટાર્સે બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવ્યું પરંતુ કમનસીબે તેઓ સફળ ન થયા. અહીં અમે તમને સાઉથના એવા સુપરસ્ટાર્સ વિશે માહિતી આપી રહ્યા છીએ જેઓ બોલિવૂડમાં ફ્લોપ રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિજય દેવરાકોંડાએ અર્જુન રેડ્ડી, ગીતા ગોવિંદમ, ડિયર કોમરેડ જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. જો કે, તેમની આ બધી ફિલ્મો તેલુગુ ભાષામાં રિલીઝ થઈ હતી અને પછી તે ડબ વર્ઝનમાં હિન્દીમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સાથે દેવેરાકોંડાની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો. જો કે બોલિવૂડમાં તે ફ્લોપ સાબિત થયો હતો. અભિનેતાએ અનન્યા પાંડે સાથે લાઇગર સાથે બોલિવૂડમાં તેણે ડેબ્યૂ કર્યું હતું પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી.
રશ્મિકા મંદાન્નાએ અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તાની 'ગુડબાય' ફિલ્મથી હિન્દીમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી. તેથી જ તે બોલિવૂડમાં ફ્લોપ સાબિત થઈ હતી. જ્યાં તે સાઉથની ફિલ્મોની સુપરહિટ અભિનેત્રી છે અને પુષ્પાથી દેશ-વિદેશમાં પણ તેની લોકપ્રિયતા વધી છે. જોકે, તેની ફિલ્મ ‘એનિમલ’એ ખૂબ સફળ થઇ છે.
રામ ચરણ વિશે વાત કરીએ તો તે પણ બોલિવૂડમાં ફ્લોપ સાબિત થયો છે. રામ ચરણ હાલમાં એસએસ રાજામૌલીની આરઆરઆરની સફળતાનો આનંદ માણી રહ્યો છે જેણે તેને સમગ્ર ભારતના સ્ટાર બનાવ્યો છે.
મલયાલમ સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારને તેની પ્રથમ હિન્દી ફિલ્મ ઐય્યામાં રાની મુખર્જી સાથે અભિનય કર્યો હતો. સચિન કુંડલકર દ્વારા નિર્દેશિત પેરોડી ફિલ્મ 2012 માં રિલીઝ થઈ હતી અને તે એક મોટી ફ્લોપ સાબિત થઈ હતી.
નાગા ચૈતન્યએ લાલ સિંહ ચઢ્ઢા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે બહુ ઓછા સમય માટે એક સૈનિકની ભૂમિકામાં જોવા મળ્યો હતો જેને લોકોએ ખૂબ વખાણ્યો હતો. પરંતુ દર્શકોએ આમિરની એક્ટિંગ અને ડિરેક્શનની સાથે સાથે સ્ટોરીને પણ ફગાવી દીધી હતી. આવી સ્થિતિમાં નાગાર્જુનના પુત્રનું ડેબ્યુ પણ ફ્લોપ રહ્યું હતું.
સૂર્યા સાઉથનો સુપરસ્ટાર છે. તેણે પોતાના કરિયરમાં એક સુપરહિટ ફિલ્મ આપી છે, પરંતુ જ્યારે તેણે 2010માં બોલિવૂડમાં એન્ટ્રી કરી ત્યારે તે ખરાબ રીતે નિષ્ફળ ગયો. તેણે રામ ગોપાલ વર્મા દ્વારા નિર્મિત ફિલ્મ 'રક્ત ચરિત્ર 2'માં કામ કર્યું હતું, પરંતુ નસીબે તેનો સાથ ન આપ્યો અને ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી.
સાઉથના સુપરસ્ટાર વિક્રમને કોઈ ઓળખની જરૂર નથી. તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2' એ બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. વર્ષ 2010માં તેણે 'રાવણ' નામની હિન્દી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને મુખ્ય ભૂમિકા ભજવી હતી. મણિરત્નમ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. નિર્માતાઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું.