લગ્ન પહેલા આ સુપરસ્ટારના પ્રેમમાં પાગલ હતી સામંથા, નાગા ચૈતન્યનુ પણ સાઉથની આ હસીના સાથે હતુ અફેર, જાણો.....
મુંબઇઃ સાઉથ સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના લગ્ન દુનિયાના સૌથી ગ્રાન્ડ વેડિંગમાં સામેલ છે. જોકે છેલ્લા કેટલાક સમયથી આ જોડીની વચ્ચે તકરાર ઉભી થઇ છે, અને બન્નેએ આના પર મૌન જ સાધી રાખ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામંથા અને નાગા ચૈતન્ય બન્ને ખુબ જાણીતા નામ છે, અને બન્ને જ વેબ સેટલ્ડ સ્ટાર્સ છે. આવામાં લગ્ન પહેલા પણ આ બન્ને પોતાના અફેર્સ અને પર્સનલ લાઇફને લઇને ખુબ ચર્ચામા આવી ચૂક્યા હતા.
સામંથાના અફેર અને લગ્ન પહેલા નાગા ચૈતન્ય કમલ હાસનની દીકરી અને અભિનેત્રી શ્રુતિ હાસનના પ્રેમમાં પાગલ હતો. રિપોર્ટ્સ અનુસાર, શ્રુતિ હાસ અને નાગા ચૈતન્ય એક કૉમન ફ્રેન્ડ દ્વારા એકબીજાને 2013માં મળ્યા હતા. આ પછી બન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.
બતાવવામા આવી રહ્યું છે કે, પ્રેમ એટલો ઊંડો હતો કે બન્ને એકબીજાને જોયા વિના ન હતા રહી શકતા. એટલે સુધી કે બન્નેના લગ્નની વાતો પણ મીડિયામાં ચર્ચાવા લાગી હતી. 2013ના સાઉથ ફિલ્મફેર એવોર્ડ્સમાં પણ બન્ને નજીક દેખાયા હતા. જોકે, બન્નેએ લગ્નની સફર શરૂ કરતાં પહેલા જ આ સંબંધનો તોડી નાંખ્યો હતો, અને પોતપોતાની લાઇફમાં આગળ વધી ગયા.
વળી વાત કરીએ સામંથાની તો તેના અફેર અને રિલેશનની ચર્ચા પણ ખુબ ચગી હતી. એક સમય હતો જ્યારે સામંથા બૉલીવુડ અને સાઉથ ફિલ્મ એક્ટર સિદ્વાર્થની સાથે રિલેશનશીપમાં હતી. આ બન્નેને એકસાથે અનેકવાર સ્પૉટ પણ કરવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો ફિલ્મ સ્ટાર કમલ હાસનની દીકરી શ્રુતિ હાસનની સાથે બ્રેકઅપ થયા બાદ 'રંગ દે બંસતી' ફેમ એક્ટર સિદ્વાર્થનુ દિલ સામંથા પર આવી ગયુ અને બન્ને એકબીજા માટે એટલા બધા સીરિયસ હતા કે લિવ ઇનમાં પણ રહેવા લાગ્યા હતા.
પલ્બિક પ્લેસમાં પણ બન્નેનો ઇશ્ક સ્પષ્ટ રીતે દેખાતો હતો. જોકે કોઇ મુકામ પર પહોંચે તે પહેલા બન્નેએ પોતાના રસ્તાં અલગ કરી લીધા હતા. આ જોડીના બ્રેકઅપ પર ફેન્સને ખુબ અફસોસ થયો હતો.
બ્રેકઅપનુ દુઃખ ઝીલી ચૂકેલા નાગા ચૈતન્ય અને સામંથા એકબીજાની નજીક આવ્યા, અને બન્નેની દોસ્તી ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઇ ગઇ. સામંથાએ સપ્ટેમ્બર 2016માં નાગા ચૈતન્યની સાથે પોતાના રિલેશનશીપને કબૂલ કર્યુ. આ પછી જાન્યુઆરી, 2017માં બન્નેએ સગાઇ કરી લીધી હતી.