પાર્ટી પ્રેમી છે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના દિકરાની ફ્રેન્ડ મુનમુન ધમેચા, જુઓ તસવીરો
એનસીબીએએ કૉર્ડેલિયા ક્રૂઝ જહાજ પર દરોડા પાડીને ડ્રગ્સ પાર્ટીનો ભાંડાફોડ કર્યો છે. જેમાં બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનની સાથે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એક નામ હતુ મુનમુન ધમેચા. હાલમાં મુનમુન ધમેચાનુ નામ સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચાએ ચઢ્યુ છે, જાણો કોણ છે મુનમુન ધમેચા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુનમુન ધમેચાની વાત કરીએ તો આર્યન ખાનની સારી એવી દોસ્ત છે અને તે એક ફેશન મૉડલ છે. મુનમુન ધમેચા અને આર્યન વચ્ચે બીજો શો સંબંધ છે તે બહાર નથી આવ્યુ.
મુનમુન ધમેચા વિશે મળેલી માહિતી પ્રમાણે, 23 વર્ષીય આ ફેશન મૉડલ મૂળ મુંબઇની છે. રિપોર્ટ પ્રમાણે, મુનમુન ધમેચા મધ્યપ્રદેશના એક મોટા બિઝનેસમેનની દીકરી છે, અને દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી મૉડેલિંગનુ કામ કરતી હતી.
મુનમુન સિંધી સમાજમાંથી આવે છે. આર્યન ખાન અને મુનમુન ધમેચા રેવ પાર્ટીમાં સાથે દેખાતા બન્ને વચ્ચેના સંબંધો વિશે અનેક પ્રકારની અટકળો પણ વહેતી થઇ છે.
મુનમુનની માતાનું ગત વર્ષે નિધન થયું હતું. તેના પિતાનું વર્ષો પહેલા નિધન થયું હતું. તેને એક ભાઈ છે, જેનું નામ પ્રિંસ ધમેચા છે અને દિલ્હીમાં નોકરી કરે છે.
મુનમુને મધ્યપ્રદેશના સાગરથી અભ્યાસ કર્યો છે. બાદમાં ભોપાલમાં રહેતી હતી અને આશરે છ વર્ષ પહેલા ભાઈ પ્રિંસ સાથે દિલ્હી રહેવા જતી રહી હતી.
મુનમુનના ઈન્સટાગ્રામ પર રેમ્પ વોક કરતી તસવીરો પણ છે. આ ઉપરાંત તેને પાર્ટીઓનો પણ શોખ છે.
મુનમુન ધમેચાએ કૂલ અંદાજમાં પાર્ટી કરતી અનેક તસવીરો પોસ્ટ કરી છે. તેની સાથે કેટલાક મિત્રો અને બોલિવૂડ સ્ટાર્સ પણ જોવા મળે છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)