Photos: Nitesh Pandey થી Sidharth Shukla સુધી, કાર્ડિયક અરેસ્ટ આ સેલેબ્સનો લીધો જીવ
Stars Died Due to Cardiac Arrest: ટીવી અને બોલિવૂડની દુનિયામાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે હાર્ટ એટેકના કારણે ખૂબ જ નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું. આવો જાણીએ એ કલાકારો વિશે.
Nitesh Pandey
1/6
ફેમસ ટીવી સીરિયલ 'અનુપમા' ફેમ નિતેશ પાંડેએ 51 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. અહેવાલો અનુસાર, અચાનક હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હતું.
2/6
અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિક 9 માર્ચ 2023 ના રોજ નિધન થયું. કાર્ડિયાક અરેસ્ટને કારણે 66 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. સતીષે 'રામ લખન', 'મિસ્ટર ઈન્ડિયા', 'છત્રીવાલી' સહિત અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું.
3/6
'બાલિકા વધૂ'માં કલ્યાણીની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી સુરેખા સીકરીનું પણ હૃદય બંધ થવાને કારણે અવસાન થયું હતું. જોકે તે લાંબા સમયથી બીમાર હતી, ત્યારબાદ 16 જુલાઈ 2021ના રોજ તેનું અવસાન થયું હતું.
4/6
પોતાની કોમેડીથી લોકોને હસાવનાર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું પણ હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમણે 21 સપ્ટેમ્બરે દિલ્હીની એઈમ્સમાં 58 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
5/6
બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ એટલે કે કેકેનું પણ હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. કેકે લાંબા સમયથી હૃદય સંબંધિત બિમારીઓ સામે લડી રહ્યા હતા. એક કોન્સર્ટ દરમિયાન તેમની તબિયત બગડી અને તેમણે 53 વર્ષની ઉંમરે દુનિયા છોડી દીધી.
6/6
'બિગ બોસ 13'ના વિજેતા અને ટીવી સિરિયલ 'બાલિકા વધૂ' ફેમ સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બર 2022ના રોજ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. માત્ર 40 વર્ષની ઉંમરે સિદ્ધાર્થે આ દુનિયાને અલવિદા કહી દીધું.
Published at : 24 May 2023 02:11 PM (IST)