Sunny Leone New House: પત્નીને ખોળામાં ઉંચકીને ડેનિયલ વેબરે કર્યો ગૃહ પ્રવેશ, જુઓ સનીના ઘરની અંદરની તસવીરો.....

Sunny_Leone_

1/7
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સની લિયૉનીએ તાજેતરમાં પોતાના નવા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો છે. આ દરમિયાન તે પોતાના પતિ ડેનિયલ વેબર અને ત્રણ બાળકો નિશા, નૂહ અને આશેરની સાથે પિઝ્ઝા પાર્ટી કરતી દેખાઇ હતી. સનીએ પોતાના આ સ્પેશ્યલ ડેની તસવીરો ફેન્સની સાથે સોશ્યલ મીડિયા પર પણ શેર કરી છે. તમે પણ જુઓ તસવીરો.......
2/7
આ તસવીરોમાં ડેનિયલ ઘરમાં એન્ટ્રી કરતા સની લિયૉનીને ખોળામાં ઉઠાવતો દેખાઇ રહ્યો છે. બન્નેના ચહેરા પર નવા ઘરની ખુશી સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે.
3/7
બીજી તસવીરોમાં સની લિયૉની તમામની સાથે પિઝ્ઝા પાર્ટી કરતી દેખાઇ રહી છે. તસવીરોને શેર કરતા સનીએ લખ્યુ કે- બેબી લવ @ dirrty99. ઇન્ડિયામાં અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થાય છે. મને પોતાના ઘર અને લાઇફમાં બહુજ પ્રેમ મળ્યો છે. સતનામ વાહેગુરુ....
4/7
સનીની આ તસવીરો પર તેની ફેમિલી, દોસ્ત અને ફેન્સ તેને ખુબ શુભેચ્છાઓ આપી રહ્યાં છે. સનીની સાથે રિયાલિટી શૉ હૉસ્ટ કરનારા રણવિજય સિંહે લખ્યુ- અરે વાહ, બધાઇ હો...
5/7
સની લિયૉની અને ડેનિયલના લગ્નના 10 વર્ષ પુરા થઇ ચૂક્યા છે. તેની પહેલી મુલાકાત લાસ વેગાસના એક ક્લબમાં થઇ હતી. તાજેતરમાં જ તેની એનિવર્સરી પર ડેનિયલે સનીને ડાયમન્ડ નેકલેસ ગિફ્ટ કરી હતી.
6/7
આનો એક વીડિયો શેર કરતા તેને લખ્યું હતુ- અમારી સાલગિરાહ પર મને આ ગિફ્ટ આપવા માટે થેન્ક્યૂ @ dirrty99. આ ખરેખરમાં એક સપનુ. લગ્નના 10 વર્ષ અને જિંદગી સાથે વિતાવવાના 13 વર્ષ. કોણે વિચાર્યુ હતુ, અમે ત્યાં હોઇશુ જ્યાં અમે આજે છીએ. તમને પ્રેમ.
7/7
એક ઇન્ટરવ્યૂમાં કૉવિડ-19 મહામારીની વચ્ચે કામ પર પરત ફરવા વિશે વાત કરતા સનીએ કહ્યું હતુ કે, હું એક કામકાજી માં છુ અને મારા પતિ પણ કામ કરે છે. અમને અમારા પરિવારનુ ભરણ પોષણ કરવા માટે જે કરવુ છે તે કરવુ પડશે. ઘરે બેસીને કંઇજ હલ નથી થવાનુ, દરેક પોતાના પરિવાર, પોતાના ઘર, પોતાના બાળકોની દેખરેખ કરવા માટે કામ કરે છે, અને હું પણ આ જ કામ કરી રહી છું.
Sponsored Links by Taboola