બૉલીવુડમાં ધમાલ મચાવનારી આ એક્ટ્રેસ બનશે ગુજરાતના ગાંમડાની સરપંચ, બચ્ચન-શાહરૂખ સાથે કરી ચૂકી છે કામ, જુઓ તસવીરો..........
Gujarat Gram Panchayat Election: મુંબઈની સુપર મોડેલે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. આ હૉટ મૉડલ અને એક્ટ્રેસનુ નામ એશ્રા પટેલ છે, એશ્રા બૉલીવુડમાં પણ ધમાલ મચાવી ચૂકી છે. એશ્રા પટેલે સંખેડા તાલુકાના કાવીઠા ગામે ઉમેદવારી નોંધાવી છે, પોતાના ગામના વિકાસ માટે સરપંચ બનવા માંગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએશ્રા પટેલે બૉલીવુડ ઉપરાંત મોટી મોટી બ્રાન્ડસ માટે જાહેરાત કરી છે. શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે એશ્રા પટેલના પિતા નરહરિ પટેલ પણ કાવિઠા ગામના બે વખત સરપંચ રહી ચૂક્યા છે.
એશ્રા પટેલ મુળ છોટા ઉદેપુરના કાવીઠા ગામની છે. પરંતુ તે વર્ષોથી મુંબઇમાં રહીને મોડેલિંગ કરે છે. એશ્રાએ લગભગ 100થી વધુ બ્રાન્ડ્સને પ્રમોટ કરવા માટે મોડેલિંગ કર્યું છે.
ખાસ વાત છે કે હાલમાં એશ્રા પટેલની સાથે સાથે કાવીઠા ગામમાંથી ચાર-ચાર મહિલાઓએ સરપંચ માટે ઉમેદવારી નોંધાવી છે.
એશ્રા પટેલની વિશે વાત કરવામાં આવે તો તેણીએ બૉલિવૂડના સુપરસ્ટાર બિગ બી અમિતાભ બચ્ચન સાથે મોડેલીંગ કર્યુ છે. જ્યાપે રોમેન્ટિકના કિંગ ગણાતાં શાહરુખ ખાન સાથે એશ્રા પટેલે ફેર એન્ડ હેન્ડસમની જાહેરાતમાં કામ કર્યુ છે.
આ સિવાય આ ગુજરાતી મોડેલે અત્યાર સુધીમાં પ્રોવોગ, રેમન્ડ શૂટિંગ, પોન્ડ્સ, પેન્ટીન, એશિયન પેઈન્ટ્સ જેવી 100 કરતા પણ વધુ ઉંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે.
એશ્રા પટેલ ભારતની એક સુપર મૉડલ છે, અને એક્ટ્રેસ તરીકે પણ દેખાઇ ચૂકી છે. તેને વર્ષષ 2010માં ફેમિના મિસ ઇન્ડિયામાં પણ ભાગ લીધો હતો, આ ઉપરાંત ફોર્ડ સુપરમૉડલ કૉમ્પિટીશન 2009માં રનરઅપ પણ રહી ચૂકી છે.