બોલીવૂડની એક્ટ્રેસનો ધડાકો, લોકો પૂછતા, તારી કમર અને છાતીની સાઇઝ શું છે?

Surveen Chawla Casting Couch: બોલીવૂડ એક્ટ્રેસ સુરવીન ચાવલા(Surveen Chawla)એ ખુલાસો કર્યો છે કે તેને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સુરવીને કહ્યું કે, તેને પોતાની પહેલી ફિલ્મ મીટિંગમાં જ બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
તેને કહેવાયું કે, તેને રોલ્સ નહીં મળે કેમને તેનો વજન 56 કિલો છે. સુરવીન બોલી, જ્યારે હું મારી પહેલી ફિલ્મની મીટિંગ માટે મુંબઈ આવી હતી, ત્યારે હું ટેલિવિઝન કરી રહી હતી. તમે જાણો છે કે કેટલાક લોકોનું કામ હોય છે કે જે તમને હંમેશા દોષિત સાબિત કરવાનું કામ કરતા હોય છે અને આવું મહિલાઓ સાથે વધુ થાય છે. જ્યાં તેમને વજન, તેમની કમરની સાઇઝ, છાતીની સાઇઝને લઈને પ્રશ્નો પૂછાય છે. તેમજ તેમને અનકંફર્ટેબલ કરવાનો પ્રયાસ થાય છે. મારા સાથે પણ આવું થયું હતું. આ ખૂબ જ ખરાબ છે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું પેરામિટર શું છે અને ક્યાં છે?

સુરવીને કહ્યું કે, મેં એવો સમય જોયો છે, જ્યારે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ જોરશોરથી ચાલી રહ્યું હતું અને આ મારા માટે ખૂબ જ મુશ્કેલીવાળો સમય હતો. તમને જણાવી દઈએ કે સુરવીને કન્નડ ફિલ્મ પરમેશા પાનવાલાથી ડેબ્યૂ કર્યું હતું.
તેણે હેટ સ્ટોરી 2 (2014), અગ્લી (2013) અને પાર્ચ્ડ(2015) જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. આ સિવાય તેણે વેબ સિરીઝ હક સે, સેક્રેડ ગેમ્સમાં પણ અભિનય કર્યો છે. સુરવીનની હવે પછી વેબ સિરિઝ ડિકપ્લ્ડ છે, જેમાં તે આર. માધવન સાથે નજર આવશે.