Celebs Died Young: આ લોકપ્રિય બોલિવૂડ સેલિબ્રિટીનું નાની ઉંમરમાં જ થયું નિધન, આ હતું કારણ

દિવ્યા ભારતી

1/6
ખૂબ જ સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી દિવ્યા વર્ષ 1993માં મુંબઈમાં તેના પાંચમા માળના એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી પડી ગઈ હતી. જેના કારણે તેનું મોત થઈ ગયું. તે સમયે તે માત્ર 19 વર્ષની હતી.
2/6
2007માં અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ 'નિશબ્દ'થી કરિયરની શરૂઆત કરનાર જિયા ખાને 3 જૂન 2013ના રોજ 25 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી. તે મુંબઈમાં તેના જુહુ સ્થિત તેના બેડરૂમના પંખામાં લટકતી હાલતમાં મળી આવી હતી.
3/6
14 જૂન, 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂતના દુઃખદ અવસાનના સમાચારથી લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. સુશાંતનો મૃતદેહ મુંબઈમાં તેના બાંદ્રા સ્થિત ઘરમાં તેના બેડરૂમના પંખામાં લટકતી હાલતમાં મળ્યો હતો. તે સમયે સુશાંત માત્ર 34 વર્ષનો હતો.
4/6
સ્મિતા પાટીલઃ સ્મિતા પાટીલ તેમના સમયની શ્રેષ્ઠ અભિનેત્રી હતી. તેમના પુત્ર પ્રતીક બબ્બરને જન્મ આપતાં તેણીનું 31 વર્ષની વયે અવસાન થયું હતું.
5/6
60ના દાયકાની સ્ટાર અભિનેત્રી મીના કુમારીનું 39 વર્ષની વયે નિધન થયું છે. વર્ષ 1972માં લીવર સિરોસિસના કારણે મીનાએ દુનિયા છોડી દીધી હતી. તેની કારકિર્દી દરમિયાન, તેણે 92 ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાંથી મોટાભાગની બોક્સ ઓફિસ હિટ રહી હતી.
6/6
મધુબાલાએ પોતાના કરિયરમાં 'હાવડા બ્રિજ', 'ચલતી કા નામ ગાડી', 'બરસાત કી રાની' અને 'મુગલ-એ-આઝમ' જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું હતું. મધુબાલાનું 36 વર્ષની વયે હૃદયરોગના કારણે અવસાન થયું હતું.
Sponsored Links by Taboola