સુષ્મિતા સેને આ કારણે જ રોહમનથી અલગ થવાનો કર્યો નિર્ણય, કહ્યું ‘ખુશ રહેવા માટે...’
અભિનેત્રી સુષ્મિતા સેન અને તેનો બોયફેન્ડ રોહમન સોલ અલગ થઇ ગયા છે. બંનેના સંબંધ તૂટવા માટેના કારણો માટે સોશિયલ મીડિયા પર લોકો અનેક પ્રકારના કયાસ લગાવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુષ્મિતા સેને સીધી રીતે તો બ્રેકઅપનું કારણ નથી જણાવ્યું પરંતુ તેમની પોસ્ટ ઘણું બઘં કહી જાય છે. તેમને બ્રેકઅપના અહેવાલની પુષ્ટી કરતા એક પોસ્ટ લખી હતી.
સુષ્મિતા સેને લખ્યું કે, “ ખુશ રહેવા માટે જોખમ ઉઠાવવા પડે છે. જો કે આ જોખમ ઉઠાવવા માટે પણ હિમતની જરૂર હોય છે” આ પોસ્ટ બાદ લોકો સુષ્મતા સેને પોતાની પ્રેરણા ગણાવી રહ્યાં છે.
સુષ્મિતા સેને લખ્યું કે, “જિવિત રહેવા માટે અને ખુશ રહેવા માટે જોખમ લેવા પડે છે. બધા જ આવા જોખમ લે છે. જો કે તેને માટે હિમત જોઇએ,. મે પણ આ માટે જ આવું કર્યું હતું. કોઇ તેને ગલત રીતે ન લેવું જોઇએ”.
બ્રેકઅપ બાદ સુષ્મિતા સેને લખ્યું હતું કે,” આ સંબંધ દોસ્તીથી શરૂ થયો હતો અને દોસ્તી રહેશે. સંબંઘ તો બહુ પહેલાથી પૂરો થઇ ગયો હતો પરંતુ પ્રેમ રહેશે,
બંને એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા છે. બંનેએ 2018થી ડેટ કરવાનું શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયા દ્વારા જ બંનેની ફર્સ્ટ ટાઇમ વિઝિટ થઇ હતી.